પ્રેગ્નેન્ટ કરીનાનું ખાસ ધ્યાન રાખે છે પરિવારવાળા, માએ કરી તેલ માલીશ
શુક્રવારનાં કરિના કપૂર ખાને (Kareena Kapoor Khan)એ એક ફોટો શેર કર્યો છે જેમાં તેની માતા તેનાં માંથામાં તેલ નાંખતી નજર આવે છે. કરીનાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, 'માનાં હાથની માલિશ' ફોટોમાં કરિના કફ્તાન પહેરેલી નજર આવે છે જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ નજર આવે છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં છ મહિનાની ગર્ભવતી છે તે બીજી વખત પ્રેગ્નેન્ટ છે ત્યારે હાલમાં તેનો આ પ્રેગ્નેન્સી ટાઇમ તે ફૂલી એન્જોય કરી રહી છે. અને સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર નવાંર તેની પ્રેગ્નેન્સીની તસવીરો અને ફોટા શેર કરતી રહે છે.


શુક્રવારનાં કરિનાએ એક તસવીર શેર કરી હતી. જેમાં તેની માતા તેનાં માંથામાં તેલ માલિશ કરતી નજર આવે છે. આ ફોટો શેર કરતાં કરીનાએ કેપ્શમાં લખ્યું હતું કે, 'માતનાં હાથની માલિશ' ફોટોમાં કરિના કફ્તાન પહેરેલી નજર આવે છે જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ નજર આવે છે. કરીનાની માતા બબીતાએ પિંક કલરનું શર્ટ પહેરેલું છે અને તે તેનાં માથામાં તેલ માલિશ કરી રહ્યાં છે કરિનાનાં ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો પણ નજર આવે છે.


આ ફોટો પર ફેન્સ અને ફ્રેન્ડ્સ સૌ કોઇ ખુબ બધી કમેન્ટ્સ અને લાઇક કરી રહ્યાં છે. મલાઇકાએ આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, બંનેને ખુબ બધો પ્રેમ, તો અમૃતા અરોરાએ કમેન્ટ સેક્શનમાં દિલવાળઈ ઇમોજી પોસ્ટ કરી છે.


કરિનાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનને જ્યારે તેની બીજી પ્રેગ્નેન્સી અંગે જણાવ્યું તો તેનું કેવુ હતું. કરિનાએ કહ્યું કોઇનું રિએક્શન ફિલ્મી ન હતું. અહીં સુધી કે સૈફનું રિએક્શન પણ નોર્મલ હતું. સૈફ અલી ખાન ભલે ઓન સ્ક્રિન અલગ અલગ પ્રકારનાં કેરેક્ટર અદા કરે પણ રિઅલ લાઇફમાં તે ઘણાં જ ગંભીર સ્વભાવનાં છે.


સૈફ અલી ખાનનું રિએક્શન નોર્મલ અને રિલેક્સ્ડ હતું. જોકે તે આ ખબરથી ઘણો ખુશ હતો. કરિનાએ કહ્યું કે, આ કંઇ પ્લાન નહતું. પણ અમે તેને સેલિબ્રેટ કરવાં માંગતા હતા અને અમે બંને તેને એન્જોય કરવાં પણ ઇચ્છતા હતાં.' કરિનાએ ઓગસ્ટ મહિનામાં તેની પ્રેગ્નેન્સીની ખબર જાહેર કરી. તેણે જણાવ્યું કે, અમને આ વાત જણાવતાં ખુશી થઇ રહી છે કે ,અમારા ઘરમાં નાનકડું મહેમાન આવવાંનું છે. સૌનાં પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ.