

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર ગૌરવ ચોપરા (Gaurav Chopra)એ ગત બે હમિના પહેલાં જ તેનાં માતા-પિતાને ગુમાવ્યા હતાં તેનો પરિવાર ખુબજ દુખી હતો. પણ ગત મહિને તેનાં ઘરમાં ખુશીઓએ દસ્તક દીધી છે. પત્ની હિતિશા (Hitisha Cheranda)એ દીકરાને જન્મ આપ્યો છે. જેનાંથી બંને ખુબજ ખુશ છે. ગૌરવ ચોપરાએ સોશિયલ મીડિયા પર (Social Media) દ્વારા તેનાં દીકરાની પહેલી ઝલક ફેન્સની સાથે શેર કરી છે. અને હવે અવાર નવાર તેઓ નાના દીકરાની તસવીરો શેર કરતાં રહે છે.


આ વચ્ચે ગૌરવ ચોપરાએ તેનાં દીકરા પ્રિન્સની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખુબજ પ્રેમની સાથે દીકરાને જોતો નજર આવે છે. પોટો શેર કરાતં ગૌરવ કેપ્શનમાં લખે છે કે, 'જ્યારે બેબી બે અઠવાડિયા બાદ ડેડીને મળ્યો. પ્રિન્સ ચોપરાએ શર્ટની ઉપરથી મારું ગળુ પકડી લીધુ અને પછી છોડવા માટે તૈયાર જ ન હતો.'


ગૌરવ લખે છે કે, 'અચાનકથી આપને યાદ નથી રહેતું કે, દુનિયામાં શું ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયા પર હિંસા, નફરત, ઝૈર ઓકી રહ્યાં છે. પ્રેમ મોકલજો અને આશીર્વાદ માંગવા, હમેસાની જેમ.' ગૌરવ ચોપરાની આ તસવીર પર તેમની EX ગર્લફ્રેન્ડ નારાયણ શાસ્ત્રીએ પણ કમેન્ટ કરી છે. એક્ટ્રેસે ગૌરવ અને તેમનાં દીકરાની ફોટો પર ખુબ બધી હાર્ટ ઇમોજી વરસાવી છે.