કાજલ અગ્રવાલની મહેંદીની તસવીરો આવી સામે, ગૌતમે શેર કર્યાં વિધીનાં ફોટા
કાજલ અગ્રવાલે અને બિઝનેસ મેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઇ રહી છે. 30 ઓક્ટોબરનાં રોજ લગ્ન કરવાં જઇ રહી છે. ત્યારે આજે તેનાં લગ્નની અગાઉની કેટલીક વિધિઓ સામે આવી છે. ઉપરાંત કાજલે તેની મહેંદીની તસવીરો પણ શેર કરી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ અને હિન્દી ફિલ્મોની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવાં જઇ રહી છે. આ લગ્ન મુંબઇમાં જ થવાનાં છે. એક્ટ્રેસે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઇ રહી હોવાની વાત કરી હતી. ઓક્ટોબરની શરૂઆતમાં તેમણે જાહેરાત કરી અને 30 ઓક્ટોબરનાં તેમનાં લગ્ન લેવાનાં છે. (PHOTO: Instagram)


બુધવારનાં રોજ કાજલનાં હાથમાં ગૌતમનાં નામની મહેંદી લગાવવામાં આવી ગઇ. આ મહેંદી સેરેમનીની ઇવેન્ટ ઘણી જ પ્રાઇવેટ હતી. જેની માત્ર એક જ તસવીર કાજલે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (PHOTO: Instagram)


તો બીજી તરફ ગૌતમે તેનાંઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં વિધિ કરતો નજર આવે છે. જોકે તેણે તેનાં ચહેરો શેર નથી કર્યો. પણ ગોલ્ડન યલો રંગમાં ગૌતમ જામે છે. (PHOTO: Instagram)


કાજલે આ સમયે સિમ્પલ ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલો છે. કાજલ તેનાં જીવનમાં આવનારા આ નવાં પડાવ માટે ઘણી જ ખુશ લાગી રહી છે. (PHOTO: Instagram)