

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં હાલમાં એક બાદ એક એક્ટ્રેસ તેમનું જીવન આગળ વધારી રહી છે. એટલે કે કોઇ ગર્ભવતી છે તો કોઇ લગ્નનાં બંધનમાં બંધાવવાં જઇ રહી છે આ લિસ્ટમાં કાજલ અગ્રવાલનું નામ પણ જોડાઇ ગયુ છે. કાજલ અગ્રવાલે (Kajal Aggrawal)એ આજે ફાઇનલી ગૌતમ કિચલૂ (Gautam Kitchllu) સાથે લગ્ન કરી લીધા છે.


થોડા સમય પહેલાં જ તેણે દુલ્હન માટે રેડી થતી હોય તેવી તેની તસવીર શેર કરી હતી જેમાં તે બાથરોબમાં નજર આવી હતી અને પાછળ તેનો બ્રાઇડલ લહેંગો નજર આવતો હતો. હવે લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે જેમાં વર વધુ જોડે જયલમાલા પહેરેલા નજર આવી રહ્યાં છે. આ ફોટોમાં કાજલ અને ગૌતમ બંને ખુબજ સ્ટાઇલિશ નજર આવી રહ્યાં છે. કાજલ ગૌતમનાં લગ્નની આ પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.


કાજલે રેડ અને પીચ કલરનો લહેંગો પહેરેલો છે અને સાથે જ રોયલ જ્વેલરી પહેરી છે હાથમાં ભારે કલીરા પણ બાંધ્યા છે. આ સાથે જ તેની ખિલખિલાટ હસી તસવીરમાં ખુબજ સુંદર લાગે છે. જ્યારે વરરાજા ગૌતમ પણ કંઇ કમ નથી લાગતો તેણે વ્હાઇટ રંગની શેરવાની પહેરી છે સાથે જ સિલ્કની શોલ ઓઢી છે. જે ખુબજ સ્ટાઇલિશ લાગે છે. આ ફોટો કાજલનાં ફેન પેજ પર શેર કરવામાં આવી છે.