

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જાણીતી સિંગર નેહા કક્કડનાં લગ્ન હાલમાં જ થયા અને હવે વધુ એક એક્ટ્રેસ દુલ્હન બનવાં જઇ રહી છે. અમે વાત કરી રહ્યાં છે એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)ની. કાજલનાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પહેલાં તેની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી. અને હવે તેની હલ્દીની તવસીરો સામે આવી છે. જેમાં તે પીળા રંગનાં ડ્રેસ અને ફૂલોની જ્વેલરી પહેરેલી નજર આવે છે. આ તસવીરોમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે. (Photo Credit- Viral Bhayani)


હાલમાં જ કાજલ અગ્રવાલની મેંહદી સેરેમનીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં તેની આસપાસ ઘણાં બધા પરિવારનાં લોકો નજર આવી રહ્યાં છે. કાજલ પીળા રંગનાં ડ્રેસમાં નજર આવે છે તેણે સફેદ અને લાલ ફૂલોની જ્વેલરી પહેરી છે. આ તસવીરોમાં તે ખુબજ સુંદર લાગે છે. (Photo Credit- Viral Bhayani)


કાજલ અગ્રવાલ ઘણાં સમયથી ગૌતમ કિચલૂને ડેટ કરી રહી છે. અને હવે આ બંને લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે. કાજલ તેનાં લાંબા સમયનાં બોયફ્રેન્ડ ગૌતમ સાથે 30 ઓક્ટોબર લગ્ન કરશે. (Photo Credit- Viral Bhayani)


કાજલનાં ફેન્સ હવે તેને દુલ્હનનાં રૂપમાં જોવા માંગે છે. સૌ કોઇ તેની અને ગૌતમની જોડી જોવા આતુર છે. (Photo Credit- Viral Bhayani)