Inside Photo: કરીના, કંગના, મલાઇકા... આ રીતે સેલિબ્રિટીઝે ઉજવી Christmas 2020
વર્ષનાં આખરી જશનને બોલિવૂડ સિતારાઓએ તેમનાં અંદાજમાં ઉજવ્યું છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)થી લઇ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને મલાઇકા અરોરા (Malaika Arora) જેવાં અનેક સ્ટાર્સે જશનની તસવીરો શેર કરી


Christmas 2020: આ વર્ષે આવેલાં કોરોના અને તેનાં કારણે લાગેલાં લોકડાઉનથી મોટાભાગે તમામ તહેવારોનો રંગ ફિકો પડી ગયો હતો. પણ હવે વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને સૌ કોઇ ફરી બધુ નોર્મલ થઇ જાય તેવી આશા કરી રહ્યું છે. ક્રિસમસનાં જશ્નની સાથે જ નવા વર્ષનાં જશ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અને ચારેય તરફ સેલીબ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. વર્ષનાં આ અંતિમ જશ્નને બોલિવૂડ સ્ટાર્સ પણ તેમનાં જ અંદાજમાં મનાવતા નજર આવે છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)થી લઇ કરીના કપૂર અને મલાઇકા અરોરા તમામે જશ્નની તસવીરો શેર કરી છે.


જલ્દ જ બીજી વખત માતા બનનારી કરીના કપૂર ખાને તેનાં આખા ખાનદાનની સાથે ક્રિસમસની ઉજવણી કરી છે. ક્રિસમસ ઇવનિંગ પર કરીના ફેમિલી સાથે ડિનર કરતી નજર આવી છે. (All Photos- Instagram)


કરીના કપૂરે આ સમયે તેનાં પતિ સૈફ અને દીકરા તૈમુરની સાથે સમગ્ર પરિવારનો ફોટો શેર કર્યો છે. (All Photos- Instagram)


આ પાર્ટીમાં કરીનાની નણદ અને એક્ટ્રેસ સોહા અલી ખાન પણ નજર આવી. સોહાએ તેનાં પતિ કુનાલ ખેમૂ અને સૈફનાં દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે પોઝ આપ્યો હતો. (All Photos- Instagram)


કરીના અને કરિશ્માની આ તસવીરો તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી શેર કરવામાં આવી છે. (All Photos- Instagram)


મલાઇકા અરોરાએ તેની બહેન અમૃતા અરોરા અને આખા પરિવારની સાથે નાતાલની ઉજવણી કરી હતી. (All Photos- Instagram)


પ્રિયંકા ચોપરાએ આ સમયે તેનાં પતિ નિક જોનાસ અને તેમનાં પેટ ડાયનાની સાથેની તસવીર શેર કરી હતી. (All Photos- Instagram)


કંગના રનૌટે નાતાલની ઉજવણીની તસવીર શેર કરી છે જેમાં તે તેની નવી ભાભી અને બહેન રંગોલી સાથે નજર આવે છે. (All Photos- Instagram)


ક્રિસમસ ઇવ અમિતાભ બચ્ચનને દોહીત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda), દીકરા વહુ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન (AbhiShek Bachchan) અને (Aishwarya Rai Bachchan) સહિત સમગ્ર પરિવાર સાથે કર્યું હતું.


જેક્લિન ફર્નાન્ડિઝ આ વખતે પરિવારથી દૂર ફિલ્મનાં સેટ પર ક્રિસમસ ઉજવ્યો હતો. આ તસવીરોમાં તેની બિલાડીઓ પણ નજર આવે છે. (All Photos- Instagram)


એક્ટ્રેસ મૌની રોય આ વખતે એકલી જ ક્રિસમસનું સેલિબ્રેશન કરતી નજર આવી છે. (All Photos- Instagram)