

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ મલાઇકા અરોરા તેનાં બોલ્ડ ફોટોશૂટ માટે ચર્ચામાં રહે છે પણ આ વખતે તે તેનાં ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ ફોટોઝ માટે ચર્ચામાં છે. તેણે સાડીને એ રીતે પહેરી છે કે તે ઘણી જ સ્ટાઇલિશ લાગે છે. આ તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. (PHOTO: Instagram)


મલાઇકા હાલમાં તેનાં બોયફ્રેન્ડ અર્જુન કપૂરની સાથે ધરમશાલામાં છે. જ્યાં તેમની સાથે સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન પણ છે. (PHOTO: Instagram)


હાલમાં જ અર્જુન કપૂરે મલાઇકાની તસવીર તેનાં ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી. તો મલાઇકાએ તેની અને કરિના કપૂર ખાનની તૈમુર સાથેની તસવીર શેર કરી છે. (PHOTO: Instagram)


કોરોનાથી ઠીક થયા બાદ મલાઇકા અરોરા ફરી તેનાં કામ પર પાછી ફરી છે. ત્યારે હવે તે તેનાં લેટેસ્ટ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં છે. તેણે હાલમાં જ આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. (PHOTO: Instagram)