સ્વિમસૂટ પહેરી પૂલમાં ઉતરી મલાઇકા અરોરા, BF અર્જુન કપૂરે ક્લિક કરી તસવીરો
મલાઇકા હાલમાં BF અર્જુન કપૂર (Arjun Kapoor) અને તેની બહેન અમૃતા અરોરા (Amrita Arora)ની સાથે વેકેશન પર છે. હાલમાં જ મલાઇકાએ અર્જુન કપૂર અને અમૃતા અરોરાની સાથે વચ્ચે બેસીને પોતાની ફોટો શેર કરી હતી.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) હાલમાં તેની ફિટનેસને કારણે ચર્ચામાં છે. મલાઇકા સોશિયલ મીડિયા (Social Media) પર ખુબજ એક્ટિવ રહે છે. ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર જિમ વેરમાં નજર આવે છે. પણ તેની બોલ્ડ તસવીરોને કારણે તે ચર્ચામાં છે. મલાઇકા હાલમાં ગોવામાં BF અર્જુન કપૂર (Arjun Kapoor) અને બહેન અમૃતા અરોરા (Amrita Arora)ની સાથે વેકેશન પર છે. મલાઇકાએ અર્જુન અને અમૃતાની વચ્ચે બેઠેલી તેની એક તસવીર શેર કરી હતી. (PHOTO: Instagram/MalaikaArora)


હાલમાં મલાઇકા અરોરાએ તેનાં ઇન્સટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે અર્જુન કપૂરે ક્લિક કરી છે. આ તવસીરોમાં મલાઇકા પૂલમાં સ્વિમસૂટ પહેરેલી નજર આવે છે. (PHOTO: Instagram/MalaikaArora)


આ પહેલાં અમૃતા અરોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો. જેમાં મલાઇકા અર્જુન સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી નજર આવે છે. વીડિયોમાં મલાઇકા સ્વિમસૂટ પહેરીને પૂલમાં એન્ટર થતી નજર આવે છે. તો અર્જુન કપૂર મલાઇકાની ફોટો ક્લિક કરતો નજર આવે છે. (PHOTO: Instagram/MalaikaArora)


મલાઇકા અને અર્જુન હાલમાં એક સાથે છે અને બંને આ સુંદર સમય વિતાવી રહ્યાં છે. હાલમાં તેઓ અમૃતા અરોરાનાં ગોવા સ્થિત ઘરે રોકાયેલા છે. જે કેન્ડોલિયમ બિચ પર છે. મલાઇકાએ અમૃતા અને શકીલ લદાખનાં ઘરનાં વખાણ પણ કર્યા છે. (PHOTO: Instagram/MalaikaArora)


મલાઇકાએ લખ્યું હતું કે, તેને તેની બહેનનું આ ઘર ખુબજ પસંદ છે. આ ઘરનું નામ અઝારા બીચ હાઉસ રાખવામાં આવ્યું છે. (PHOTO: Instagram/MalaikaArora)