

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કાળમાં ફરી એક વખત સગાઇ અને લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સેલિબ્રિટીઝ તેમનાં જીવનની નવી શરૂઆત કરવાં જઇ રહ્યાં છે. ટીવીથી બોલિવૂડમાં સફર કરનારી એક્ટ્રેસ મૌની રોય (Mauni Roy)એ હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે બાદ ફેન્સ તેને સવાલ કરી રહ્યાં છે. મૌનીએ શું લગ્ન કરવાનો નિર્ણય લીધો છે, મૌનીએ સગાઇ કરી લીધી કે શું.. એવાં જાત જાતનાં સવાલ લોકો તેને પુછી રહ્યાં છે.


મૌની રોય હાલમાં લંડનમાં તેની અપકમિંગ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. અને સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ છે. તે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર દરરોજ કંઇને કંઇ પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે વચલી આંગળીમાં ડાયમંડની રિંગ પહેરેલી એક તસવીર શેર કરી છે.


તસવીરની કેપ્શનમાં મૌનીએ લખ્યું છે કે, 'મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હવે ભારતમાં એક એવી બ્રાન્ડ છે જે એંગેજમેન્ટ રિંગ બનાવવામાં માહેર છે. મને તેમનું કલેક્શન ખુબજ પસંદ આવ્યું છે. આપ પણ જરૂર જોજો. આપ આપનું ડિઝાઇન કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. આ સાથે જ આપને એક્સપર્ટ્સ મદદ કરે છે.'


મૌનીએ એક ડાયમંડ રિંગ કંપનીની એડવર્ટાઇઝમેન્ટ માટે પોસ્ટ શેર કરી છે. જેનાં પર કેટલાંક સેલિબ્રિટીઝ પણ કમેન્ટ કરી રહ્યાં છે કે શું તે સગાઇ કરી લીધી.