

એમેઝોન પ્રાઇમ (Amazon Prime) વિડિયોની અદ્દભૂત વેબ સિરીઝમાંથી એક એવી, મિર્ઝાપુરની બીજી (Mirzapur 2) સીઝન 23 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી. ફરી એકવાર આ આખી સીરીઝમાં તમામ કલાકારોએ આ તમામ 10 એપિસોડ જીવ રેડી દીધો છે. કાલિન ભૈયા, ગુડ્ડુ પંડિત, ગોલુ સહિતના બધા કલાકારોએ દમદાર એક્ટિંગ કરીને લોકોનું મન જીતી લીધું છે. ત્યારે પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરતા આ કલાકારોએ કેટલા કરોડની સંપત્તિ પર રાજ કરે છે તે જાણો.


સૌથી પહેલા વાત કરીએ કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની. પંકજે ગેંગ્સ ઓફ વાસેપુર, ન્યૂટન, મસાન, ગુડગાંવ, ગુંજન સક્સેના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે 30 કરોડની સંપત્તિ છે. મિર્ઝાપુરથી પંકજ ત્રિપાઠીને તે ફેમ મળી કે હજી પણ તેમને બીજા અલગ અલગ રોલ મળી રહ્યા છે.


કિંગ ઓફ મિર્ઝાપુર, મુન્ના ત્રિપાઠીનો દમદાર રોલ ભજવનાર દિવ્યેન્દુ શર્મા આ પહેલા પ્યાર કા પંચનામા, બત્તી ગુલ મીટર ચાલુ, ટોઇલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મોમાં દેખાઈ ચુક્યો છે. 37 વર્ષિય દિવ્યાન્દુની પાસે લગભગ 14 કરોડની સંપત્તિ છે.


અલી ફઝલએ વેબ સિરીઝમાં ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવી છે. અલી ફઝલની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયાની નજીક છે. તેણે બોલિવૂડ સાથે અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


ગોલુનો રોલ કરનારી શ્વેતા ત્રિપાઠીની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયા છે. તેણે મસાણ અને હરામખોર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


રસીકા દુગ્ગલ, જેણે કાલીન ભૈયાની પત્ની બીના ત્રિપાઠીનો રોલ નિભાવ્યો છે તે પણ લગભગ 7 કરોડની સંપત્તિ ધરાવે છે. નોંધનીય છે કે આ વેલ સીરીઝને અનેક નવા કલાકારોને રાતો રાત ફેમ આપી છે. આ કલાકારો ચોક્કસથી પહેલા ફિલ્મોમાં કે ટીવીમાં નાના મોટા રોલમાં નજરે પડી ચૂક્યા છે. પણ કલાકાર તરીકે તેમને જેવી નામના તે હકદાર છે તે તેમને આ વેબ સીરીઝથી મળી છે. નોંધનીય છે કે આ પહેલા મિર્ઝાપુર 1 સીરીઝ પણ ખૂબ જ લોકપ્રિય થઇ હતી.