મુકેશ ખન્નાની વિવાદિત ટિપ્પણી- 'મહિલાઓનું ઘર બહાર નીકળીને કામ કરવું MeTooનું કારણ છે'
મુકેશ ખન્ના (Mukesh Khanna)એ ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)ને વાહિયાત અને બકવાસ કહ્યો હતો. આ પહેલાં તે ઓનેપોટિઝમ (Nepotism) પર એક બાદ એક ઘણાં વિવાદિત નિવેદન આપી ચુક્યા છે અને હાલમાં તેમનાં નવાં નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બીઆર ચોપરાની બહુચર્ચિત ધાર્મિક ધારાવિહક મહાભારત (MahaBharat)માં ભિષ્મ પિતામહ અને એક સુપર પાવર બેઝ્ડ શક્તિમાનથી ઘર ઘરમાં પ્રખ્યાત થનારા મુકેશ ખન્ના (Muksh Khanna) વિવાદોથી ઘેરાઇ ગયા છે. તેમને અને વિવાદને ખાસ સંબંધ છે. ગત થોડા દિવસોમાં મુકેશ ખન્ના તેમનાં વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ એક્ટરે ધ કપિલ શર્મા શોને વાહિયાત અને બકવાસ કહ્યો હતો. તો આ પહેલાં તેઓ નેપોટિઝમ (Nepotism) પર એક બાદ એક ઘણાં વિવાદિત નિવેદન આપી ચુક્યા છે અને હાલમાં તેમનાં નવાં નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. આવું પહેલી વખત નથી જ્યારે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હોય.


આ પહેલાં પણ ઘણી વખત મુકેશ ખન્ના અજીબો ગરીબ નિવેદન આપીને ન્યૂઝમાં રહ્યાં છે. પણ એક્ટરનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મહિલાઓ અને મીટૂ પર વિવાદિત નિવેદન આપે છે. મુકેશ ખન્નાો આ વીડિયો થોડો જુનો છે પણ તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ મુકેશ ખન્નાનાં આ વીડિયોમાં તેમનાં નિવેદન બદલ નારાજગી જાહેર કરી રહ્યાં છે.


વીડિયોમાં મુકેશ ખન્ના કહે છે કે, મર્દ અલગ હોય છે અને ઓરત અલગ હોય છે, ઓરતની રચના અલગ હોય અને મર્દની અલગ હોય છે. ઓરતનું કામ હોય છે ઘર સંભાળવું, જો માફ કરજો હું ક્યારેક ક્યારે બોલી જાવું છું કે પ્રોબ્લમ ક્યાંથી શરૂ થઇ મી-ટૂની. જ્યારે ઓરતોએ પણ કામ કરવાનું શરૂ કરી દીધુ. આજે ઓરત-મર્દ ખભાથી ખભો મીલાવીને વાત કરે છે.'


'લોકો વૂમન લિવની વાત કરે છે, પણ હું આપને જણાવી દઉ કે, પ્રોબ્લમ અહીંથી જ શરૂ થાય છે. સૌથી પહેલાં જે મેમ્બર યાતના વેઠે છે તે ઘરનું બાળક હોય છે જેને મા નથી મળતી. આયાની સાથે બેસી ક્યોકી સાસ ભી કભી બહૂ... જોતો હોય છે બાળક. તે ત્યારથી શરૂ થયું. આ વચ્ચે શરૂઆત થઇ.. હું પણ એજ કરીશ જે મર્દ કરે છે.. ના પણ મર્દ, મર્દ છે અને ઓરત, ઓરત છે.. '