

ટીવી શો નાગિન 5 માં (Nagin 5) ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનારી લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna) દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. સુરભિએ હાલમાં આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર મૂકી હતી. સુરભિની આ તસવીરોએ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તમે પણ જુઓ આ તસવીરો. ફોટો સભાર @officialsurbhic/Instagram


'નાગિન 5' માં સિક્વન્સ માટે સુરભી ચંદના દુલ્હન બની હતી, જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'ટીવી પર મેં કેટલા લગ્ન કર્યા છે તે મને યાદ નથી, પરંતુ દુલ્હનની તૈયાર થવું હંમેશા મને એક્સાઇટમેન્ટ આપે છે. ખબર નહીં ક્યારે સાચા લગ્ન થશે, ભગવાન જાણે!" ફોટો સભાર- @officialsurbhic/Instagram


આ સુંદર તસવીરો જોઇને અને સુરભી ચંદનાના આ કેપ્શન પર તેમની સાથે કામ કરી ચૂકેલા અભિનેતા નકુલ મહેતાએ કહ્યું કે હવે તારા સાચેમાં લગ્ન કરવાનો વારો આવી ગયો છે! તમને જણાવી દઇએ કે સુરભી અને નકુલ સીરિયલ ઇશ્કબાઝમાં અન્નિકા અને શિવાય સિંહ ઓબેરોયની ભૂમિકામાં સાથે જોવા મળ્યાં હતાં. ફોટો સૌજન્ય- @officialsurbhic/Instagram


લાલ રંગના સુંદર નવવધૂના આ ડ્રેસમાં સુરભી ચંદના ખરેખરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અને આજ કારણ છે કે તેના ચાહકો અને શુભેચ્છકો તેની આ તસવીરો પર કૉમેન્ટ કરતા નથી થાકતા. ફોટો સૌજન્ય-@officialsurbhic/Instagram


સુરભિઅ આમા લાલ રંગની ચણિયાચોળી પહેરી છે. અને મોતીનો ચોકબંધ નેકલેસ પહેર્યો છે. સાથે જ લાલ મોતીનો લાંબો ઝડતરનો સેટ પણ પહેર્યો છે. તે આ લૂકમાં ખૂબ જ સિમ્પલ પણ એલિગન્ટ લાગી રહી છે. અને તેણે દુલ્હનની જેમ માથે લાલ ચુંદડી પણ પહેરી છે. પણ નવવધૂની જેમ તેણે સુંદર પોઝ પણ આ લૂકમાં આપ્યા છે. ફોટો સૌજન્ય-@officialsurbhic/Instagram


'નાગિન 5' ના આગામી એપિસોડમાં સુરભી ચંદના આ લાલ કપડામાં જોવા મળશે. લાલ રંગના આ ડ્રેસમાં તે ખરેખરમાં કોઇ સુંદર નવવધૂ જેવી લાગે છે. પણ તેના બ્લાઉઝની ડિઝાઇન પણ ટોક ઓફ ટાઉન બન્યું છે. નોંધનીય છે કે આ પહેલા સુરભીના બ્લાઉઝની ડિઝાઇન અનેક મહિલાઓને ઇન્સપાયર કરી ચૂકી છે. વળી તેની સાડીઓ અને ઝ્વેલરીની અનેક મહિલાઓ ફેન છે. ખરેખરમાં આ ડ્રેસમાં સુરભી ચંદના ખૂબ જ સરસ લાગી રહી છે. ફોટો સૌજન્ય-@officialsurbhic/Instagram