

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિર્ઝાપુરમાં તેમનાં કિરદાર કાલીન ભૈયાથી છવાઇ જનારા પંકજ ત્રિપાઠી હાલમાં તેમનાં ગામડે છે. તેઓ બિહારનાં ગોપાલગંજ (Gopalganj) જિલ્લા સ્થિત બરોલીનાં બેલસંડમાં પંકજ ત્રિપાઠી છે. ત્યાં તેમને જોવા માટે તેમનાં ગામનાં અને આડોસ પાડોસનાં ગામનાં લોકો આવી ગયા છે. અને તમામ પકંજ ત્રિપાઠી સાથે સેલ્ફી ક્લિક કરાવવાં ઇચ્છે છે.


પંકજ ત્રિપાઠી છેલ્લાં ઘણાં દિવસોથી તેમનાં બરોલીનાં બેસંડ સ્થિત ઘરે છે. ઘણાં વર્ષો બાદ પકંજ ત્રિપાઠી તેમનાં ગામડે ગયા છે. તેમને ઠંડક અને હળવી ઝાકળનો આ સમય ખુબજ પસંદ છે. પોતાનાં ઇન્ટરવ્યૂં દરમિયાન એક્ટરે કહ્યું હતું કે, તે તેમનાં માતા પિતાને મળવાં આવ્યા હતાં.


તેણે કહ્યું કે, મુંબઇમાં બિહાર જેવી ઠંડી હોતી નથી. અહીં શિયાળાની ઠંડી ખુબ હોય છે જે પકંજ ત્રિપાઠીને ખુબ પસંદ છે. મુંબઇમાં તેમને આવો માહોલ નથી મળતો તેથી તે વર્ષો બાદ ઠંડીનાં સમયમાં રજાઓ ગાળવાં પોતાનાં ગામડે ગયા છે.


પંકજ ત્રિપાઠી વધુમાં કહે છે કે, આ તેમની અંગત યાત્રા છે. તે ઘણાં ઓછા દિવસોમાટે ત્યાં આવ્યા હતાં. પણ આ વખતે તેઓ વધુ સમય રોકાવાનાં છે. તેથી તેમને મળવા આવનારાઓની સંખ્યા પણ વધી ગઇ છે.