

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) લાંબા સમયથી તેનાં પતિ અભિનવ કોહલી (Abhinav Kohli) થી અલગ રહે છે. બંનેનાં વચ્ચે કંઇ જ બરાબર નથી ચાલતું એવામાં બંનેનો દીકરો રેયાંશ શ્વેતા તિવારીની સાથે રહે છે. અભિનવ કોહલીએ શ્વેતા તિવારી વિરુદ્ધ ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા છે. ટીવી એક્ટર શ્વેતા તિવારીનાં પતિને તેનાં દીકરાની કસ્ટડી માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. Photo credit- @shweta.tiwari/Instagram


અભિનવ કોહલી (Abhinav Kohli)એ બોમ્બે હાઇકોર્ટમાં ડિસેમ્બર 2020માં અરજી દાખલ કરી છે. આ અરજીમાં અભિનવે શ્વેતા પર તેનાં દીકરા રેયાંશને મળવા ન દેવાનો આરોપ લગાવ્યો છે. Photo credit- @shweta.tiwari/Instagram


આ મમલે અભિનવ કોહલી (Abhinav Kohli)ની વકીલ તૃપ્તિ શેટ્ટીએ દૈનિક ભાસ્કર સાથે વાત કરી હતી જેમાં તેણે જણાવ્યું કે, અભિનવને તેનાં ચાર વર્ષનાં દીકરા રેયાંશને મળવાં નથી દેવામાં આવી રહી. Photo credit- @shweta.tiwari/Instagram


તૃપ્તિએ વધુમાં કહ્યું કે, ડિસેમ્બર 2020માં જ હાઇકોર્ટે નોટિસ જાહેર કરી હતી કે, 5 જાન્યુઆીએ અમારી મેટર લિસ્ટ થઇ હતી. તે દિવસે શ્વેતા હાજર હતી. તેણે તેનો વકીલ નિયુક્ત કરવાની માંગણી કરી હતી. અમે શ્વેતાની વાત કરી લીધી અને તેનાં નિવેદન કર્યો કે તે રેયાંશને અભિનવથી મળવા દે. પછી તે વીડિયો કોન્ફેરન્સ દ્વારા હોય કે ન હોય Photo credit- @shweta.tiwari/Instagram


વકીલનું કહેવું છે કે, તેમનાં ક્લાયન્ટને તે પણ નથી ખબર કે તેનો દીકરો ક્યાં છે. તેઓ ઘણી વખત શ્વેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પણ શ્વેતા તેમનાં દરેક પ્રયાસ નજર અંદાજ કરી દે છએ. અભિનવે પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યાં. આખરે અભિનવે તેનાં હક માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. Photo credit- @shweta.tiwari/Instagram


કોર્ટે શ્વેતાને અમારી વાત માનવા માટે કહ્યું છે. કોર્ટનાં આદેશ મુજબ દરરોજ સાંજે 6થી 6.30 વચ્ચે અભિનવ રેયાંશ સાથે વાત કરી શકે છે. Photo credit- @shweta.tiwari/Instagram


આ મામલે અભિનવનું કહેવું છે કે, તે તેનાં દીકરાને 12 નવેમ્બર 2020થી મળી શક્યો નથી. હું સતત પ્રયાસ કરી રહ્યો છું પણ શ્વેતા સંભવ બનવા જ નથી દેતી આ કારણે મારે કોર્ટની શરણમાં આવું પડ્યું છે.