

મુંબઇ : લોકપ્રિય કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Taarak Mehta Ka Ooltah Chashmah)થોડાક દિવસો પહેલા 3000 એપિસોડ પુરા કર્યા છે. કલાકારોએ આ પ્રસંગે સેટ પર ઉજવણી કરી હતી અને એક નાની પાર્ટી કરી હતી. હવે આ ટીવી શો ના દર્શકો માટે બીજા પણ ખુશીના સમાચાર છે. દયા બેન ઉર્ફે દિશા વાકાણી (Disha Vakani)એ જલ્દી શો માં પાછા ફરવાની જાહેરાત કરી છે.


આ શો ના દર્શકો લાંબા સમયથી દયા બેનને શો માં પાછા લાવવાની માંગણી કરતા હતા. શો ના નિર્માતા અસિત કુમાર મોદી (Asit Kumarr Modi)પણ દિશા વાકાણીને શો માં પાછા લાવવાનો લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. આખરે તેમને સફળતા મળી છે.


દિશા વાકાણીએ શુક્રવારે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શો માં વાપસી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ હવે દર્શકોની આતુરતા સમાપ્ત થશે.


દયાબેનનું પાત્ર દર્શકોમાં ઘણું લોકપ્રિય છે. કારણ કે દિશા આ રોલમાં એકદમ ફિટ બેસે છે. દયા બેનના પાત્રમાં દર્શકો દિશા વાકાણી સિવાય બીજા કોઈને જોવાનું પસંદ કરતા નથી. આ જ કારણથી છેલ્લા ત્રણ વર્ષથી દિશા વાકાણીની રાહ જોવામાં આવી છે