સગાઇનાં 7 વર્ષ બાદ લગ્નનાં બંધનમાં બંધાયા તન્વી ઠક્કર અને આદિત્ય કાપડિયા, જુઓ PHOTOS
તન્વી ઠક્કર (Tanvi Thakkar) અને આદિત્ય કાપડિયા (Aditya Kapadia)ની પહેલી મુલાકાત ટીવી શો એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ.. નાં સેટ પર થઇ હતી. કેટલોક સમય એકબીજાને ડેટ કર્યા બાદ કપલે 24 ડિસેમ્બર 2013માં સગાઇ કરી લીધી હતી.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પવિત્ર રિશ્તા, બહૂ હમારી રજનીકાંત, બેપનાહ પ્યાર અને મધુબાલા જેવાં ઘણાં મોટા મોટા ટીવી શોનો ભાગ રહેલી તન્વી ઠક્કર (Tanvi Thakkar) તેનાં બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર આદિત્ય કાપડિયા (Aditya Kapadia)ની સાથે 16 ફેબ્રુઆરીનાં લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે.


તન્વી ઠક્કર (Tanvi Thakkar)એ તેની મેહંદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યાં છે.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ, બનેએ 16 ફેબ્રુઆરીનાં મુંબઇની કોર્ટમાં લગ્ન કરી લીધા છે. જે બાદ બુધવારે કપલે વેડિંગ સેરેમની સાઉથ મુંબઇની એક ફાઇવસ્ટાર હોટલમાં કરી હતી જેમાં ગણતરીનાં મહેમાન જ હાજર હતાં


તારક મેહતાની એક્ટ્રેસ સુનૈના ફોજદાર, ઇશા દત્તા, શ્રદ્ધા જયસવાલ, વાહબિજ દોરાબજી, ભવિષ કુકરેજા, નેહા કૌલ કપલનાં લગ્નમાં હાજર રહ્યાં હતાં


તન્વી અને આદિત્યની પહેલી મુલાકાત ટીવી શો એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ.. નાં સેટ પર થઇ હતી. કેટલોક સમય એકબીજાને ડેટ કર્યા બાદ કપલે 24 ડિસેમ્બર 2013માં સગાઇ કરી લીધી હતી.


પોતાની લવ સ્ટોરી અંગે વાત કરતાં તન્વીએ જણાવ્યું હતું કે, 10 વર્ષનાં રિલેશનશિપ બાદ સ્પટેમ્બર 2020માં અમે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય કર્યો અને બીજાની સાથે બધુજ સારુ રહ્યું અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.


તન્વીનાં પિતાનું થોડા મહિના પેહલાં જ નિધન થયુ હતું આ જ કારણે તેમણે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્નનો નિર્ણય લીધો હતો.