

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:વરૂણ ધવનનાં 24 જાન્યુઆરીનાં લગ્ન છે. તે તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાં જઇ રહ્યો છે. આ લગ્ન મુંબઇથી દૂર અલીબાગમાં થઇ રહ્યાં છે. લગ્નની રસ્મ આજથી શરૂ થઇ ગઇ છે. લગ્નની વિધીઓ 22 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે અને 25 જાન્યુઆરી સુધી ફંક્શન ચાલશે. લગ્નમાં બંને પરિવારનાં ખુબજ ખાસ લોકો જ શામેલ થશે.


આ લગ્નનું ખાસ ફંક્શન એટલે કે મેહંદી ફંક્શન પણ અલીબાગની હોટલમાં જ કરવામાં આવશે. વરૂણ નતાશાનાં હાથમાં પણ બોલિવૂડની મેહંદી ક્વિન વીણા નાગડા જ મેહંદી લગાવશે. વીણાએ જ ઇશા અંબાણી અને શ્લોકા અંબાણીનાં હાથોમાં મેહંદી લગાવી હતી.


એટલું જ નહીં તે 80થી 90નાં દશકની મોટાભાગની એક્ટ્રેસનાં લગ્નમાં મેહંદી લગાવી ચુક્યા છે. અને હવે વરૂણ અને નતાશાને પણ તેઓ જ મેહંદી લગાવશે. આ માટે તે અને તેમની ટીમ વેન્યૂ પર પહોંચી ગયા છે. જેમાં વીણા નાગડાની ટીમ પરિવારનાં સભ્યોને મેહંદી લગાવવાનું શરૂ કરી ચૂકી છે.


આજે સવારથી જ મેહંદીનો મુખ્ય કાર્યક્રમ છે જેમાં નતાશાનાં હાથમાં વરૂણનાં નામની મેહંદી લાગશે. અને વરૂણ પણ તેનાં હાથમાં શગૂનની મેહંદી લગાવડાવશે.


થોડા સમય પહેલાં જ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચાલુનાં લગ્ન થયા હતાં આ સમયે કાજલને પણ વીણા નાગડાએ જ મહેંદી લગાવી હતી.


જ્યાં 200 લોકો માટે અલિબાગની હોટલ બૂક કરવામાં આવી છે. નતાશા અને વરૂણ બંને પંજાબી છે. તેથી લગ્ન પણ પંજાબી રીતિ રિવાજથી થશે. દલાલ અને ધવન ફેમિલી શુક્રવારે બપોરે જ અલીબાગ જવા રવાના થઇ ગયુ હતું. સોશિયલ મીડિયા પર સૌની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં.


ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગનાં કપલ્સને વીણા નાગડાએ જ મહેંદી લગાવી છે. તેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની સાથે તેઓ ઇટલી ગયા હતાં.