

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhary) બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ (Aashram) થી ખુબજ ચર્ચામાં છે. આ વેબ સીરીઝમાં ત્રિધાએ બોબી દેઓલની સાથે બોલ્ડ સીન આપી ફિલ્મી ગલિયારોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે ત્રિધા તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. (PHOTO: Instagram @tridhac)


સુંદર ત્રિધા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને બોલ્ડ ફોટો મુકી સનસની મચાવી રહી છે. ફરી એક વખત તેણે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જે જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. (PHOTO: Instagram @tridhac)


બોલિવૂડમાં કદમ જમાવવાનાં પ્રયાસમાં લાગેલી ત્રિધા ચૌધરી (Tridha Choudhary)નો જન્મ કોલકાત્તામાં થયો હતો. ત્રિધાએ સ્ટાર પ્લસનાં શો 'દહલીઝ'થી કામ કરી તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. (PHOTO: Instagram @tridhac)


રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં ત્રિધા જોવા મળશે. સૌથી વધુ ચર્ચા ત્રિધાની એમએક્સ પ્લેયર પર આવેલી વેબ સીરીઝ 'આશ્રમ'માં બબીતાનાં કિરદારથી થઇ હતી. બોબી દેઓલની સાથે ઇન્ટીમેટ સીન આપી તે ચર્ચામાં આવી ગઇ હતી. (PHOTO: Instagram @tridhac)


તેણે વર્ષ 2019માં વેબ સીરીઝ 'ચાર્જશીટ: ધ શટરલોક મર્ડર'માં કામ કર્યું હતું. આ ઉપરાંત વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ 'સ્પોટલાઇટ'માં પણ તેણે કામ કર્યું હતું. (PHOTO: Instagram @tridhac)


ત્રિધા હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, મલયાલમ, તેલુગૂ ભાષામાં પણ કામ કરી ચૂકી છે. બંગાળી ફઇલ્મ 'મિશૌર રોહસ્યો' દ્વારા તેણે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. (PHOTO: Instagram @tridhac)


ઇન્સ્ટાગ્રામ પર કિક બોક્સિંગ કરતો એક બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો તેણે શેર કર્યો હતો. આ વીડિયો પર ફેન્સે કમેન્ટ્સ અને લાઇક્સની ભરમાર લગાવી દીધી હતી. (PHOTO: Instagram @tridhac)