

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 328 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4409 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.53 ટકા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં એકમાં એકા એક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. કોરોના સંક્રમણ ને કારણે અમદાવાદ ની કુલ ૨૧ સોસાયટી માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં સામેલ છે. આજે 5 સોસાયટી માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેમાં વટવાની પુષ્પા રેસીડેન્સીના 30 મકાનોના 120 લોકો, સાઉથ બોપલની બીનોરી સોલીસિટરના 4 મકાન, વસ્ત્રાલની વૃંદાવન રેસીડેન્સીમાં 20 મકાન, ચાંદલોડિયાના દેવમ એપાર્ટમેન્ટમાં 12 લોકો, ઘાટલોડિયાની સર્વોદય 3 સોસાયટીના 24 મકાનો કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 106, સુરતમાં 94, વડોદરામાં 82, રાજકોટમાં 40, ભાવનગરમાં 16, આણંદ, કચ્છ, ગાંધીનગરમાં 9-9 સહિત કુલ 451 કેસ નોંધાયા છે. આજે ભાવનગર, બોટાદ, ડાંગ, સુરેન્દ્રનગર અને પાટણ એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 84, સુરતમાં 56, વડોદરામાં 66, રાજકોટમાં 49, કચ્છમાં 10, ભાવનગર, ગાંધીનગરમાં 9-9 સહિત 328 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)