

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 571 કેસ નોંધાયા છે. જેની સામે 403 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4414 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.27 ટકા છે. અત્યાર સુધીમાં 13,74,244 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 3,30,463 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 124, સુરતમાં 134, વડોદરામાં 117, રાજકોટમાં 58, ગાંધીનગર, કચ્છમાં 12-12, આણંદમાં 11, જામનગર, મહેસાણામાં 9-9 સહિત કુલ 571 કેસ નોંધાયા છે. આજે પોરબંદર, વલસાડ અને સુરેન્દ્રનગર એમ કુલ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 109, સુરતમાં 85, વડોદરામાં 54, રાજકોટમાં 48, જામનગરમાં 22, આણંદમાં 9, ગાંધીનગરમાં 8 સહિત 403 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)