

ઝીલન દવે, અમદાવાદ : ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ગુજરાતમાં કચ્છ માટે એવું કહેવાય છે કચ્છડો બારેમાસ. કચ્છમાં કાળો ડુંગર, માતાનો મઢ, સફેદ રણ અને આવી ઘણી જગ્યાઓથી આપણે વાકેફ છીએ. સફેદ રણને જોવા તો અનેક લોકો દેશ-વિદેશથી આવે છે. પણ આજે અમે તમને એક એવી જગ્યાની વાત કરીશું જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. પણ આ જગ્યાનું સૌદર્ય જોશો તો તમે દંગ રહી જશો.


આ જગ્યા આવેલી છે કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે અને તે ઓળખાય છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) નામથી. આ સુંદર જગ્યા અદ્રશ્ય અને ગુમનામ રહી છે. ઘણાં ઓછા લોકો તેના વિશે જાણે છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. જોઈને આશ્ચર્ય થાય કે ખડકો આટલા અલગ-અલગ રંગના કેવીરીતે છે ? અને તેમાં વહેતું પાણી


જોનારાની આંખોને આ નજારો ઠંડક આપે છે. આ જગ્યા અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ને મળતી આવે છે. માટે એક પ્રકૃતિપ્રેમી યુવકે તેની તસ્વીરો લીધી અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે તેના ફ્રન્ટ પેજ પર તેને સ્થાન આપ્યું.


આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે. સ્થાનિક લોકો આ જગ્યા વિશે જાણે છે. આ સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે.