

હરિન માત્રાવાડિયા, રાજકોટ: રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન (local by poll Election) પૂરું થયા બાદ શહેરમાં કોરોનાના (Coronavirus) કેસમાં વધારો થવા લાગ્યો છે. બુધવારે શહેરમાં 59 પોઝિટિવ અને જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાના કેસમાં વધારો થતા ફરી રાજકોટમાં બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં સ્ક્રિનિંગની (corona screenig) કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકેાટ શહેરમાં કોરોના પોઝિટિવ (corona positive petient) દર્દીઓની કુલ સંખ્યા 19981 થઇ છે, જ્યારે જિલ્લામાં 6973 છે. છેલ્લા બે દિવસમાં કેસની સંખ્યા વધીને ડબલ થઇ છે.


બુધવારે શહેરમાં 59 અને જિલ્લામાં 9 મળી કુલ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. 23 તારીખના રોજ 44 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 22 તારીખના રોજ 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 21 તારીખના રોજ માત્ર 16 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા. 20 તારીખના રોજ 20 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા.આમ છેલ્લા 3 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યામાંથી હાલ 122 સારવાર હેઠળ છે અને બુધવારે 22 દર્દીને રજા આપવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે આ બેકાબૂ કોરોનાને રાજકોટ વહીવટી તંત્ર કંઈ રીતે કાબુમાં લેશે.


પોઝિટિવ કેસમાં છેલ્લા બે દિવસથી વધારો થતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને ફરી વખત એન્ટીજન ટેસ્ટિંગની કામગીરી વધુ તેજ બનાવી આજથી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર આવતા તમામ પેસેન્જરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ડોર ટુ ડોર ટેસ્ટિંગની કામગીરી માટે 1800 કો-ઓર્ડીનેટરને ફરી કાર્યરત કરાયા છે.


બહારથી આવતા મુસાફરોનું સમયસર ટેસ્ટિંગ થઈ શકે તે માટે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર આજ સવારથી એન્ટીજન ટેસ્ટિંગની કામગીરી આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ USA , UK , સાઉથ આફ્રિકા અને બ્રાઝીલ થી આવતા મુસાફરોનું એરપોર્ટ પર અને અન્ય જગ્યાએ સ્ક્રિનિંગ અને જરૂર જણાય તો કોરોન્ટાઇન કરવામાં આવશે.