

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નિકળ્યો છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ દુર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. એએમસીના (AMC) દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ફતેવાડી વિસ્તારના મેગા ડિમોલીશન (Demolition) કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૦૦થી વધુ મકાન અને કોર્મિશયલ એકમ જમીન દોસ્ત કરાયા હતા.


અમદાવાદ કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારના ઇલેક્શન વોર્ડ સરખેજમાં ફતેવાડી કેનાલ વિસ્તારમાં અહદ સ્પોટર્સ ક્લબની આસપાસના સર્વે નંબર ૯,૧૦, ૧૧,૧૪,૬, અને ૩૮ પૈકીમાં રો હાઉસ તથા દુકાનો પ્રકારના વાણિજ્યક યુનિટોનું બાંધકામ બિન પરવાનગીએ શરૂ થતા કુલ ૯ બાંધકામકર્તાઓને બીપીએમસી એક્ટ અંતર્ગત નોટિસ આપવામાં આવી હતી.


અને બાંધકામ સીલ કરી આગળની કામગીરી અટકાવી હતી આજ રોજ એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન બંદોબસ્ત સાથે બિન પરવાનગી જેમા ૭૪ જેટલા યુનિટ રો હાઉસ પ્રકાર અને વાણિજ્ય દુકાન પ્રકારના ૧૫ યુનિટ અંદાજીત ૫૪ , ૧૧૩ ચો ફુટ ક્ષેત્રફળ વાળા પાકા બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.


અમદાવાદ શહેરની પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવેલા રામોલ હાથિજણ વોર્ડમા જશોદાનગર ચાર રસ્તાથી ત્રિકમપુરા કેનાલ સુધીના ટીપી રસ્તાઓ ટ્રાફિકને અડચણરૂપ છ ઝુંપડાઓ , ૪ છતવાળી લારી , ટેબલ - ખુરશી સહિત વસ્તુઓ જપ્ત કરી હતી.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેોસન દ્વારા છેલ્લા અનેક વર્ષ બાદ ફતેવાડી વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું છે . શહેરમાં ગેરકાયદેસર મિલકતનો રાફડો ફાટ્યો છે . શહેરના નવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બિલ્ડીગ બની ગઇ છે.