

અમદાવાદ : રાજ્યમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશન (Corona Vaccination)ની વચ્ચે વાયરસના વળતા પાણી શરૂ થઈ ગયા છે. આજે છેલ્લા 24 કલાકમાં ફક્ત 390 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 707 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસ (corona Virus)ના વળતા પાણી છે. પ્રતિકાત્મક તસવીર


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 94, સુરતમાં 85, વડોદરામાં 94, રાજકોટમાં 45, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદમાં, ગીરસોમનાથમાં 5-5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 3, જૂનાગઢમાં 5, અમરેલી,આણંદ, જામનગરમાં 2-2, વલસાડમાં 2, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ મળીને કુલ 390 કેસ નોંધાયા છે.


રાજ્યમાં હવે એક્ટિવ કેસનો આંકડો 4345 પર પહોંચી ગયો છે જે પૈકીના 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4299 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,50,763 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4379 દર્દીઓનાં મૃત્યુ થયા છે. ફાઇલ તસવીર.


રાજ્યમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશન (coronavirus Vaccination) અતંર્ગત આજે કુલ 13,803 વ્યક્તિને રસી આપવામાં આવી છે જ્યારે અત્યારસુધીમાં કુલ 92,111 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં 9 દિવસમાં આશરે 1 લાખની આજુબાજુમાં જ રસીકરણ થઈ ગયું છે.