

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર વધ્યા છે અને અમદાવાદમાં પણ કેસો વધ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા કોર્પોરેશનનું હેલ્થ વિભાગ સક્રિય થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી રેસ્ટોરન્ટ, ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગની ટીમો આજે રાતે આઠ વાગ્યા બજાર અને રેસ્ટોરાં બંધ કરાવ્યા હતા.


આજે રાતે આઠ વાગ્યા પછી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગની ટીમો અંકુર, નારણપુરા, પાલડી, થલતેજ, મણીનગર, નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ જોધપુર,પાલડી સહિતના વિસ્તારમાં ચેકિંગ માટે નીકળી હતી. જ્યાં એકપણ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા છે.


અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો છે. શહેરમાં નવા 9 વિસ્તારનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ સાથે શહેરમાં 54 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.


રાજ્યમાં આજે કોરોના વાયરસના 555 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 129, સુરતમાં100, વડોદરામાં 103, રાજકોટમાં 44, પંચમહાલમાં 18, આણંદમાં 16, ભાવનગરમાં 15, ખેડામાં 14, સાબરકાંઠામાં 12, ભરૂચમાં 11, કચ્છમાં 11, દાહોદમાં 10, મહીસાગરમાં 9, ગાંધીનગરમાં 14,જામનગરમાં 7, ગીરસોમનાથમાં 5, મહેસાણામાં 5, અરવલ્લીમાં 4, મોરબીમાં 4, અમરેલીમાં 3, પાટણમાં 3, છોટાઉદેપુર, નર્મદામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, જામનગર જિલ્લામાં 1, નવસારી, તાપી, વલસાડમાં પ્રત્યેક જિલ્લામાં એક કેસ નોંધાયો છે.