કોંગ્રસે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ, ખાટલા અને ઓટલા પરિષદના માધ્યમથી મત માંગ્યા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું
ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઇઝ, જિલ્લામાં પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઇઝ તથા 81 નગરપાલિકા વોર્ડ વાઇઝ પ્રદેશ કોંગ્રેસ જન સંપર્ક અભિયાન શરૂ કરી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યા છે.


પ્રણવ પટેલ, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Pradesh congress) દ્વારા મહા જન સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી હાજરીમાં અમદાવાદ જિલ્લામાંથી અભિયાન શરૂઆત કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે .


ગુજરાત કોંગ્રેસ દ્વારા 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઇઝ, જિલ્લામાં પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઇઝ તથા 81 નગરપાલિકા વોર્ડ વાઇઝ પ્રદેશ કોંગ્રેસ જન સંપર્ક અભિયાન શરૂ કરી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યા છે.


સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસ પાર્ટી લોકો સુધી પહોંચવા માટે મહા જન સંપર્ક અભિયાન પ્રારંભ કર્યો છે. અમદાવાદ જિલ્લામાંથી અભિયાનનો પ્રારંભ થયો છે. ગ્રામીણ વિસ્તારમાં ઓટલા પરિષદ, ખાટલા પરિષદ, અને ટ્રેક્ટરમા બેસી કોંગ્રેસ અભિયાન શરૂ કર્યું હતું


સીએમ રૂપાણી આપેલા નિવેદન પર અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે સીએમ દિલ્હીથી આવેલી સ્ક્રીપ્ટ વાચવા માટે જાણીતા છે. કંપનીઓના પે રોલ પર ચાલતી આ સરકાર છે. કંપનીની પેરોલ પરના ચાલીને ખેડૂતોનો વિચાર કરે. સીએમ કહેતા હોય તો દિલ્હીમાં જઈને અનંદોલનમાં ખેડૂતોને જઈને સમજાવે. જાહેર મંચ પર આવીને ખેડૂતો સાથે ચર્ચા કરો. બચાવમાં ખોટી વાત કરીને ભ્રમ ન ફેલાવો.


કોંગ્રેસ નેતાઓના ગામડાઓમાં સામયા કરાયા હતા. તેમજ લોકોનો સારો પ્રતિસાદના મળ્યો હોવાનો દાવો. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કર્યો હતો. ભાજપના ભ્રષ્ટાચાર અને કૌભાંડ પ્રજા સમક્ષ લઇ જવાનો પ્રયાસ છે. કોંગ્રસના 270 આગેવાનો 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ગામ અને વોર્ડ મુજબ સંપર્ક અભિયાન કરશે. ગ્રામીણ પ્રશ્નો અને શહેરી વિસ્તારોમાં પ્રશ્નો જન સંપર્ક અભિયાન અંતર્ગત ઉજાગર કરાશે.