

નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,17,45,552 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,584 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,16,434 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 12 હજાર 665 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,255 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,47,306 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,463 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,22,30,431 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 6,78,685 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 250ની નીચે આવી ગયેલા કેસની સંખ્યામાં હળવો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વેક્સિનેશની (Corona vaccination) વચ્ચે 315 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં અમદાવાદમાં 72, વડોદરામાં 68, સુરતાં 52, રાજકોટમાં 42,કચ્છણાં 10 જામનગરમાં 9, ખેડામાં 7, ગાંધીનગરમાં 10, નર્મદામાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, ગીરસોમનાથમાં 5, ગાંધીનગરમાં 5, જૂનાગઢમાં 6, સાબરાકાંઠામાં 4, અમરેલી, મહીસાગર, મોરબીમાં 3-3, આણંદ, તાપીમાં 2-2, ભરૂચ, ભાવનગર, દાહોદ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં 1 મળીને કુલ 315 નવા કેસ નોંધાયા છે. આજે 272 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તેથી રાજ્યસરકાર દ્વારા બોર્ડર પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ રાજકોટમાં રેલેવ સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ હાથ ધરાશે. વિદેશથી આવતા નાગરિકોનું ચેકિંગ કરાશે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,13, 582 વ્યક્તિને કોરોનાના પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને કોરોા બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈને કોરોનાની રસીની આડ અસર જોવા મળી નથી. (પ્રતીકાત્મક તસવીર)


અરવલ્લી, બનાસકાંઠા ભાવનહગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંગદર, સુરેન્દ્ર અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ જોવા મળ્યા નથી. રાજ્યમાં કોવિડ-19ના 315 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 272 દર્દીઓ સાજા થઈને પરત આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રપેટ 97.70 ટકા જેટલો છે. (પ્રતીકાત્મક તસવીર)