

હાર્દિક પટેલ, અરવલ્લીઃ અત્યારે શ્રાવણનો (Shravan) પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આ મહિનામાં જુગારની (Gambling) વધારે બોલબાલા જોવા મળે છે. આ મહિનામાં છાશવારે જુગારધામ (Gambling place) પકડાતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના (Gujarat) પડોશી રાજ્ય રાજસ્થાનના (Rajasthan) ઉદેપુરમાં (Udaipur) બની છે. અહીં ગુજરાતમાંથી રમવા પહોંચેલા 69 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ હોટલમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ (High profile gambling den) ઉપર પોલીસ ત્રાટકી હતી અને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાંથી આવેલા 69 ગુજરાતી લોકોની અટકાયત કરવામાં આવી હતી.


મળતી માહિતી પ્રમાણે ઉદેપુર શહેરની બાજુમાં આવેલા દેબારી રેલવે સ્ટેશની પાસે શનિવારે રાત્રે ઉદય બાગ હોટલ (Uday Bagh Hotel) ઉપર પોલીસ ત્રાટકી હતી. અહીં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.


અહીંથી જુગાર રમતા 69 જુગારીઓને પકડ્યા હતા. ત્યારબાદ તેમને ડબોક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ ઉપર ચારથી પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસની મોટી ટીમ કાર્યવાહીમાં જોડાઈ હતી.


મોડી રાત્રે થયેલી આ કાર્યવાહી બાદ હોટલમાં હડકંપ મચી ગયો હતો. અહીં 100થી વધુ લોકો જુગાર રમતા હતા જોકે, કેટલાક લોકો ઘટના સ્થળેથી ભાગવા માટે સફળ થયા હતા. પરંતુ 69 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તરફથી કાર્યવાહી બાદ આરોપીઓને ડબોક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


જુગારીઓને પોલીસ સ્ટેશન લાવવા માટે પોલીસને વધારે મહેનત કરવી પડી હતી. પોલીસ વાનની સાથે લોડિંગ ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી. આ સાથે પોલીસની એક ટીમે હોટલને ઘેરી લીધી હતી. જેના કારણે જુગારીઓ ભાગી ના જાય. (પ્રતિકાત્મક તસવીર)


પોલીસે આ કાર્યવાહીમાં 25 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઉપરાંત જુગારમાં કામ આવતી સામગ્રી પણ જપ્ત કરી હતી. જુગાર રમવા માટે રિસોર્ટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. (પ્રતિકાત્મક તસવીર)