

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના મહામારી (Corona Pandemic)ના સમયમાં ફરી એકવાર બનાસકાંઠાના પાલનપુર (Palanpur)માંથી અનૈતિકધામ ઝડપાયું છે. અશોકા ગેસ્ટ હાઉસ (Ashoka Guest House)માં બહારથી યુવતીઓ મંગાવી દેહવેપાર (Flesh trade) કરતા ચાર શખ્સો સહિત 24 હજારનો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધારે તપાસ આદરી છે. આ સાથે જ પોલીસને ગેસ્ટ હાઉસમાંથી કૉન્ડોમ સહિતની સામગ્રી પણ મળી છે. અહીં બહારથી છોકરીઓને લાવીને રાખવામાં આવતી હતી. તેઓને રૂપિયાનું પ્રલોભન આપીને ગ્રાહકો સાથે સંબંધ બાંધવા માટે કહેવામાં આવતું હતું.


પાલનપુર બસ સ્ટેશન રોડ પર આવેલા અશોક ગેસ્ટ હાઉસમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળતા પૂર્વ પોલીસ મથકના વિમેન પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જે.સુથારે સ્ટાફ સાથે દરોડો કર્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે એકબીજાના મેળાપીપણાથી આર્થિક લાભ મેળવવા માટે અહીં બહારથી છોકરીઓને પૈસાની લાલચ આપીને બોલાવવામાં આવતી હતી.


બહારની છોકરીઓને ગેસ્ટ હાઉસમાં રાખીને બહારથી આવતા એક ગ્રાહક દીઠ રૂપિયા 500 લઈ દેહવેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસે આ મામલે ચારો શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દરોડાં પહેલા ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકના ઈશારા બાદ પોલીસની ટીમે ગેસ્ટ હાઉસ પર દરોડાંની કાર્યવાહી કરી હતી અને અહીં ચાલતી અનૈતિક પ્રવત્તિનો ભાંડો ફૂટી ગયો હતો.


પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ.1400 રૂપિયા, મોબાઇલ નંગ ચાર કે જેની કિંમત રૂ.23,000 તેમજ કૉન્ડોમ પેકટ નંગ-178 તેમજ એક EZEE-72 નામની દવાની ખાલી સ્ટ્રીપ તથા તેનું કવર સહીત કુલ 24 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા શૈલેષસિંહ રાજપુત, દિનેશભાઇ ઠાકોર, લોહિતકુમાર પંચાલ અને ભુપેન્દ્રભાઇ પરમાર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.