મહેસાણાઃ છઠીયારડાના મહંતની સમાધીની જાહેરાત, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ભીડને ઓછી કરાવવા પોલીસનો પ્રયાસ
છઠીયારડા ગામમાં આવેલા કબીર ધામમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં પોલીસ પણ એક્સનમાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.


કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણા (Mehsana) તાલુકાના છઠીયારડા ગામના (chhathiyarda village) મહંતે આજે રવિવારે 4 એપ્રિલે રાત્રે 11 વાગ્યે સમાધી (burin) લેવાની જાહેરાત કરી છે. ત્યારે છઠીયારડા ગામમાં આવેલા કબીર ધામમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં પોલીસ પણ એક્સનમાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેના પગલે પોલીસે ભીડને ઓછી કરવા માટે એકઠાં થયેલા લોકોને બહાર કાઢીને ગેટ બંધ કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધી લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધી લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.


જોકે, મહંતના પરિવારજનોએ અપીલ કરી છે કે મહંતે સમાધી ન લેવી જોઈએ. આવા મહાપુરૂષની દેશને જરૂર છે એટલે અમે મહંતને સમાધી ન લેવા માટેની અપીલ કરીએ છીએ. જોકે, સ્થળ પર આવેલા જિલ્લા પોલીસ વડાનું પણ કહેવું છે કે મહંતે કોઈ પણ પ્રકારની ખાડો કરીને સમાધી લેવાના નથી.


છઠીયારડા ગામના મહંતે પોતાની સમાધીની તારીખ જાહેર કરી છે. તેમના દ્વારા પોતાની સમાધીની તારીખ આજ રોજ નહીં પરંતુ વર્ષ 2018માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં કરી હતી. તેમનો જન્મ 4 -4-1971માં થયો હતો અને તેમના દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેમની સમાધીની તારીખ આગામી 4 -4 -21 ના રોજ થશે. 4 તારીખે રાત્રે 10 થી 11 કલાકે તેમની સમાધી થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.


તેમના અનુપાયીઓ દ્વારા પણ આ સમાધીની પુષ્ટિ કરી છે. તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધી લેશે તે તેમના દ્વારા ભગવાન પર છોડ્યું છે. અનુયાયીનો દાવો છે કે મહંત 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલ દેહ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે તેઓ ઘણા વર્ષો પહેલા જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા અને જેમાં તેમનો પરાજય થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિકના માર્ગે હતા.