બારડોલીઃ નોકરી જવા નીકળેલા યુવકે નદીમાં ઝંપલાવ્યું, રોજ ઓફિસ જઈને કરતો હતો ફોન, માતા-પુત્ર ઘરે જોતા રહ્યા વાટ
રોજ રિતેશ ટેલર નોકરી પર પહોંચ્યા બાદ પત્ની ફોન કરી જાણ કરતો હતો. ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા શોધખોળ શરૂ કરી હતી.


કેતન પટેલ, બારડોલી: અત્મહત્યાઓની ઘટનાઓનો દોર યથાવત છે ત્યારે વધુ એક આત્મહત્યાની ઘચના બારડોલીમાં સામે આવી છે. બારડોલી પલસાણા રોડ (bardoli-palsana road) પર મીંઢોળા નદીના પુલ પરથી (boy jump from bridge) 33 વર્ષીય યુવકે આત્મહત્યા (boy suicide) કરી લીધી હતી. બપોરના સમયે પુલ પર બાઇક (bike) મૂકી નદીમાં ઝંપલાવ્યું હતું. કાયમી નોકરી ન મળતી હોવાથી સતત તણાવમાં રહેતો હોય આ પગલું ભર્યું હોવાનું સૂસાઇડ નોટમાં જણાવ્યું છે.


બારડોલીના ધામદોડ ગામની સરદાર વિલા સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રિતેશ હસમુખ ટેલર પલસાણા ખાતે ખાનગી મિલમાં નોકરી કરી પોતાના પરિવારમાં પત્ની, 5 વર્ષના પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજ રિતેશ ટેલર નોકરી પર પહોંચ્યા બાદ પત્ની ફોન કરી જાણ કરતો હતો.


આજે શનિવારના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા તેની મિલમાં અને અન્ય એક સાઇટ પર પાર્ટટાઈમ નોકરી કરતો હોય ત્યાં તપાસ કરાવી તો ત્યાં પણ રિતેશ પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પરિવારજનોએ શોધખોળ કરતાં તેનું બાઇક નંબર જીજે 5 એસ.જે. 0060 બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પર મીંઢોળા નદીના પુલ પરથી મળી આવ્યું હતું.


આથી ફાયર બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહનો કબ્જો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. કાયમી નોકરી ન હોવાથી તેના ટેન્શનમાં આત્મહત્યા કરી હોવાનું સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જો કે હાલ કાર્યવાહી ચાલુ હોય હજી સુધી પોલીસે સૂસાઇડ નોટ જાહેર કરી નથી.