

કિર્તેશ પટેલ, સુરતઃ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવુતી અટકાવવા પોલીસ સતત શહેર વિસ્તારમાં પ્રેટ્રોલિગ કરી રહી છે ત્યારે શહેરમાં આવેલ પ્રેટ્રોલિય કંપનીમાંથી ડીલેવરી માટે નીકળતા પેટ્રોલ (petrol) અને ડીઝલની (Diesel) ટેન્કરમાંથી ચોરી કરવાનું એક મોટું કૌભાંડ ચાલે છે. જેને લઇને આજે પોલીસે (police) આસચિન પલસાણા રોડ પર દરોડા પાડીને ટેન્કરમાંથી ચોરી કરતા ચાર લોકોને લખો રૂપિયાના મુદામાલ સાથે ઝડપ પાડવામાં આવ્યા છે.


સુરતના હજીરા વિસ્તારમાં આવેલી પેટ્રોલિયમ કંપનીમાંથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ટેન્કર મારફતે પેટ્રોલ પંપ પર ડીલેવરી માટે જતો હોય છે. ત્યારે ટેન્કરના ડાઇવર સાથે મળી કેટલાક ઈસમૉ આ ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરાવતા હોય છે. જોકે આવું એક કૌભાંડ સુરતના સચિન પલસાણા રોડ પર ચાલતું હોવાની વિગત પીસીબીના પોલીસ કર્મચારી યોગેશ કંસારાને મળતા આ હકીકતના આધારે પોલીસે સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળ બ્લોક નં .૨૨૮ , ૨૨૯ માં આવેલ જુના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં ટેન્કર માંથી ડિઝલ - પેટ્રોલ ચોરી કરવામાં આવે છે.


જોકે આ હકીકત આધારે આજે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં બોઘાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ નામનો ઇસમ તેના સાગરીતોની સાથે ભેગા મળીને હજીરા તરફથી આવતી ઇન્ડીયન ઓઇલ કંપનીના ટેન્કરોના ડ્રાઇવરોના મેળાપીપણામાં રહી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવાનું કૌભાંડ આચરતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.


જોકે પોલીસે દરોડા પાળિયા ત્યારે ઇન્ડીયન ઓઇલ કંપનીના બે ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડિઝલ કાઢવાનું કામ ચાલુ હતું જોકે પોલીસે અહિયાંથી મુળવતન : -દાઉદપુરગામ , થાણા. મછલીશહર, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ અને હાલમાં સુરતમાં શ્રદ્ધા સોસાયટી, નવાગામ ડિંડોલી રહેવાસી અને ટેન્કર ડાઇવર તુફાની હરીલાલ બિન્દ સાથે મુળ.મોણપર ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર વતનીને હાલમાં સુરતમાં ભરવાડ કુળીયુ , રામ કિષ્ણ કોલોની, કાપોદ્રા, ખાતે રહેતો.


અને ચોરીનું કૌભાંડ કરતો બોઘાભાઇ લક્ષમણભાઇ ભરવાડ અને તેના સાગરિક સુજાઉદ્દીન અબ્દુલકલામ મંડલ સાથે ટેન્કર ક્લીનર સુરેન્દ્રકુમાર અજીતભાઇ ચૌધરી પોલીસે ધરપકડ કરી હતી જોકે પોલીસે અહીંયા હાજર 3 જેટલા ટેન્કર કબજે કરી રૂપિયા 43 લાખનો મુદામાલ કબજે કરીયો હતો જોકે આર્ક ટેન્કર નો ડાઇવર સત્યપ્રકાશ રાજમણી મોર્ય ત્યાંથી ભાગી છૂટવામાં અફળ રહેતા પોલીસે તેને વોન્ટેડ જાહર કરી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.