

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેનના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સામાન્ય કેસ પણ ચૂંટણી પછી માથું ઊંચકી રહ્યા છે તેવામાં પાલિકા દ્વારા ખાસ દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવી છે અને ત્યારબાદ જ ઘરે જવું હિતાવહ હોવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.


શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહી રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કોરોનાનું સંક્રમણ વધતા બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર


કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં કોરોનાના દર્દી (coronavirus) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona patient) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 168 જયારે (surat corona update) ગ્રામીણ વિસ્તારમાં 69 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 35331 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 995 પર પહોંચ્યો છે. તેવામાં આજે 256 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


બહારગામથી ફરીને આવેલા વ્યક્તિને કારણે પરીવારના અન્ય સભ્યને ચેપ નહી લાગે તે માટે શહેરમાં પરત ફરેલા લોકોએ પહેલા પ્રાથમિકતાના ધોરણે કોવિડ પરિક્ષણ કેન્દ્રો તેમજ ધનંતરી આરોગ્ય રથ પર કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના ઘરમાં પ્રવેશ કરવો તેવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. - 16મી જાન્યુઆરીથી કોરોનાની વેકસિનેશનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇનર વર્કરોને રસી આપવામાં આવી હતી.


ત્યારબાદ 1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ 45થી 49 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. શહેરીજનો કોરોનાની - રસીથી વચિત નહી રહે તે માટે રાત્રીના - 10 વાગ્યા સુધી રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો - છે. સેન્ટ સેન્ટ્રલ ઝોનમાં કડિયાવાલા અર્બન હેલ્થ સેન્ટર, વરાછા ઝોન એમાં સ્મીમેર હોસ્પટિલ, વરાછા ઝોન બીમાં નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, રાંદેર ઝોનમાં પાલ હેલ્થ સેન્ટર, ક્લારગા ઝોનમાં કતારગામ હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં બમરોલી હેલ્થ સેન્ટર, અઠવા ઝોનમાં અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને લિંબાયત ઝોનમાં ભાઠેના અર્બન હેલ્થ સેન્ટર પર રાત્રીના 10 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે.


કોરોનાનું સંક્રમણ વધવાને કારણે પોઝીટીવ કેસનો આંકડો 100ને પાર કરી ગયો છે. સંક્રમણને અટકાવવા માટે ફ્રી શહેરના કેટલા વિસ્તારોને કલસ્ટર કરવાની ફરજ મનપાને પડી છે. પહેલા અસરગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર કરી દેવામાં આવતો હતો. જોકે ત્યારબાદ રજુઆત, ફરીયાદો થતા કલસ્ટર નાનું કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘર, એપાર્ટમેન્ટને જ કલસ્ટર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. પ્રતિકાત્મક તસવીર


હાલ કોરોનાના કેસો વધતા મનપા દ્વારા વરાછા ઝોન બીમાં સંક્ય રેસીડેન્સી, છીતુનગર, અજમલ પેલેસ, રામનગર અને સીતારામ સોસાયટી સહીતના અસરગ્રસ્ત વિસ્તારોના 67 ઘરોને કલસ્ટર કરાતા 264 વ્યક્તિને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. જયારે રાંદેર ઝોનમાં સબજ હોમ્સ, નેહ સ્મૃતિ સોસાયટી, સ્વપ્નસુષ્ટી એપાર્ટમેન્ટ, યોગી કોમ્પલેક્ષ, પાદરીયો મહોલ્લો, રામનગર કોલોની, રંગરાજ રેસીડેન્સી, ઓમકાર રેસીડેન્સી અને સરપંચ મહોલ્લા સહીતના 443 ઘરનો ક્લસ્ટર કરવામાં આવ્યા હોય કુલ 1737 વ્યકતનિ હોમ કવોરેન્ટાઇન કરવાની ફરજ પડી છે. પ્રતિકાત્મતક તસવીર