વિપક્ષના હલ્લાબોલથી મેયર કિરીટ પરમારની બોલતી બંધ, AMC પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું


Updated: July 25, 2022, 10:27 PM IST
વિપક્ષના હલ્લાબોલથી મેયર કિરીટ પરમારની બોલતી બંધ, AMC પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું
કોંગ્રેસી નેતાઓનો આક્રમક વિરોધ.

શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, શહેરમાં વરસાદ સામાન્ય થયો છે છતા આજે શહેરના પૂર્વથી લઇ પશ્ચિમ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો છે. રોડ રસ્તા ધોવાઇ ગયા છે.

  • Share this:
અમદાવાદ શહેર (Ahmedabad)માં વરસાદ (Ahmedabad Rain)બાદ ઉભી થતી સ્થિતિ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ (Congress) હલ્લાબોલ કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Corporation) ઓફિસ ખાતે વિપક્ષ કોંગ્રસ (Gujarat Congresss) દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. એએમસી વોટર કમિટી અને રોડ કમિટી બેઠકની અંદર જ કોંગ્રેસ કાર્યકર્તાઓ હલ્લાબોલ કર્યો હતો. પાણી ભરાયાના પોસ્ટરો એએસમી બિલ્ડીંગમા લગાવામા આવ્યા હતા.

એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે, સતા પક્ષ માત્ર એસી ચેમ્બર બેસી કામ કરી રહી છે. અધિકારી ફિલ્ડમા જોવા મળતા નથી. શહેરમાં વરસાદ બંધ થયાના ચોવીસ કલાક થયા છતા પણ હજુ પાણી ભરાયા છે. એએમસીના ગેર વહિવટના કારણે સામાન્ય પ્રજા પરેશાન થઇ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બીજી તરફ રસ્તાઓ ધોવાણ થતા વાહન ચાલકો પરેશાન છે. સત્તા પક્ષને નિદ્રાથી ઉઠાવવા આ આંદોલન કરવામાં આવ્યું છે. હજુ પણ ઉગ્ર આંદોલન કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં કરશે. આજની વોટર કમિટી બેઠકમાં ડ્રેનેજ ડિસ્લ્ટીંગનુ કામ લવાયુ છે. એક તરફ શહેરમાં વરસાદ ચાલી રહ્યો છે અને બીજી તરફ ચોમાસ સિઝનમાં ડ્રેનેજ સફાઇ કામ લાવામાં આવ્યુ છે. જેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, શહેરમાં વરસાદ સામાન્ય થયો છે છતા આજે શહેરના પૂર્વથી લઇ પશ્ચિમ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો છે. રોડ રસ્તા ધોવાઇ ગયા છે. વરસાદ બંધ થયા છતા પાણીનો નિકાલ થતો નથી. એએમસી સત્તાધીશો માત્ર ભ્રષ્ટાચાર કરવામાં રસ ધરાવે છે. ચોમાસા પહેલા આગોતરું આયોજન કરવાનું હોય છે પરંતુ એએમસી વરસાદી સિઝનમાં ડ્રેનેજ ડિસ્લ્ટીગ કરવાનું કામ લાવી છે, જે શંકા ઉપજાવી રહ્યા છે. મોટા પગાર દાર અધિકારી હોવા છતા અને સત્તા પક્ષ ભાજપના વિકાસની વરસાદ અહીં પોલ ખોલી છે.

આ પણ વાંચો- સાળી સાથે બનેવી માણી રહ્યો હતો અતરંગ પળો, રંગરેલીયા જોનાર ભત્રીજાને મળ્યું મોત

વિપક્ષના વિરોધને સત્તા પક્ષના મેયર માત્ર એક રાજકિય નાટક ગણાવી રહ્યા છે અને શહેરમા સામાન્ય વરસાદમાં ભરાયેલા પાણી જવાબ આપવાની જગ્યા મેયર મૌન થઇ જાય છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ખુદ શહેરમા ઉભી થયેલ પરિસ્થિત અંગેની અજાણ હતા અને મિડીયા પૂછેલા વરસાદ પ્રશ્ન અંગે મૌન જોવા મળ્યા હતા. અમદાવાદ મેયર કિરીટપરમાર પાસે માહિતી ન હતી કે શહેરમાં કેટલો વરસાદ પડ્યો છે. મેયર દાવો કર્યો હતો કે શહેરમાં એક કલાકમાં બધા વિસ્તારમાંથી પાણી નિકળી ગયા છે. કોઇ વિસ્તારમાં પાણી ભરાયા નથી. એસી ચેમ્બરમાં બેઠેલા મેયર શહેરના વર્તમાન પરિસ્થિત સંપૂર્ણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે.
Published by: rakesh parmar
First published: July 25, 2022, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading