અમદાવાદ: મોટી બહેન પ્રેમમાં ન ફસાતા નાની બહેનને ફસાવી, દુષ્કર્મ કરી ન્યૂડ ફોટો લીધા


Updated: September 29, 2022, 9:02 PM IST
અમદાવાદ: મોટી બહેન પ્રેમમાં ન ફસાતા નાની બહેનને ફસાવી, દુષ્કર્મ કરી ન્યૂડ ફોટો લીધા
ન્યૂડ ફોટો પાડીને સગીરાને બ્લેકમેઇલ કરી 5 લાખની માંગણી કરતો હતો.

Ahmedabad Crime: આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતી. ન્યૂડ ફોટો પાડીને સગીરાને બ્લેકમેઇલ કરી 5 લાખની માંગણી કરતો હતો.

  • Share this:
અમદાવાદ: કુબેરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે. આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતી અને 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુસકર્મ આચર્યું હતું.

પોલીસ કસ્ટડીમાં આવેલો આરોપી નીરવ ભંડેરીએ પોતાની દીકરીની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી 36 વર્ષનો છે અને 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ત્યાર બાદ તેના ન્યૂડ ફોટો પાડીને સગીરાને બ્લેકમેઇલ કરી 5 લાખની માંગણી કરતો હતો. પૈસા નહીં આપતા સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેનું શોષણ પણ કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી નીરવ ભંડેરીની ધરપકડ કરી છે.

આરોપી નીરવ ભંડેરી પોતાને પત્રકાર તરીકેની ઓળખ આપે છે અને ચાંદખેડા વિસ્તારમાં રહે છે. આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે. 2019માં સગીરાની માતા શૂટિંગમાં બ્યુટીશન તરીકે કામ કરતી હતી. તે સમયે ભોગ બનનાર સગીરાની માતા આરોપીના સંપર્કમાં આવી હતી, ત્યારે આરોપીએ ધર્મની બહેન બનાવીને ઘરે અવર જવર શરૂ કરી હતી. આ દરમિયાન સગીરાની મોટી બહેનને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. પરંતુ માતાએ ના પાડતા આરોપીએ ઘરે જઈને તોફાન કર્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીની 14 વર્ષની નાની દીકરીને ટાર્ગેટ કરીને પ્રેમ સંબધ બનાવ્યા હતા અને તેની સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેઇલ શરૂ કર્યું હતું. અવારનવાર બહાર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં રહેતા વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો

મહત્વનું છે કે, 14 વર્ષની સગીરા અને આરોપી નીરવ મેસેજમાં અશ્લીલ વાતો કરતો અને ફોટો જોતો હતો, જે માતાએ પણ જોઈ લેતા  સગીરાને ઠપકો આપ્યો હતો. આરોપીએ સગીરાને પામવા તેના સાવકા પિતા છેડતી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં આરોપી નિરવનો ભાંડો ફૂટતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. હાલમાં પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: September 29, 2022, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading