અમદાવાદ: ડૉ. યુવતી સાથે એક તરફી પ્રેમમાં યુવક બન્યો દર્દી, કરતો આવી હરકતો


Updated: August 21, 2022, 2:44 PM IST
અમદાવાદ: ડૉ. યુવતી સાથે એક તરફી પ્રેમમાં યુવક બન્યો દર્દી, કરતો આવી હરકતો
પ્રતિકાત્મક તસવીર

આ ડોક્ટર યુવતીને એક યુવક સાથે મેટ્રી મોનિયલ સાઇટ પર મિત્રતા થઈ હતી. પરંતુ આ યુવક સાથે સંબંધ ન રાખવા હોવાથી યુવતીએ તેને મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું હતું.

  • Share this:
અમદાવાદ: શહેર પોલીસમાં એક યુવતીએ એક યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ ડોક્ટર યુવતીને એક યુવક સાથે મેટ્રી મોનિયલ સાઇટ પર મિત્રતા થઈ હતી. પરંતુ આ યુવક સાથે સંબંધ ન રાખવા હોવાથી યુવતીએ તેને મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઈને યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ ફરિયાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આવી રીતે થઇ હતી ઓળખાણ?

વર્ષ 2019માં લગ્ન વિષયક વેબસાઈટ પર યુવતીને વાડજના એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં આ યુવક અને યુવતી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં કેફેમાં તે લોકોની પહેલીવાર મુલાકાત થઈ હતી. થોડા દિવસ બાદ આ યુવતીએ યુવકને  વોટ્સએપથી જણાવ્યું કે, મારે તમારી સાથે આ લગ્ન બાબતે સંબંધમાં આગળ વધવું નથી. ત્યારબાદ આ યુવકે યુવતીને જણાવ્યું કે, મને આ બાબતે કોઈ વાંધો નથી પણ આપણે મિત્ર રહીએ.

સારવારના બહાને આવતો દવાખાને

બાદમાં આ યુવતીના ક્લિનિક પર આ યુવક ટ્રીટમેન્ટ લેવાના બહાને વારંવાર આવતો જતો હતો અને પોતાના મિત્રોને પણ દર્દી તરીકે લઈને આવતો હતો. બાદમાં યુવતીને લાગ્યું કે તેને આ યુવકથી દૂર રહેવું જોઈએ. જેથી કોલ કરીને અને ક્લિનિકમાં રૂબરૂમાં યુવતીએ યુવકને તારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી તેવું કહ્યું હતું. તું ખોટા બહાના કરી મને મળવાનું બંધ કરી દે, તેમ પણ કહી દીધું હતું. છતાંય યુવક તરફથી વારંવાર કોલ અને મેસેજ તથા વોટ્સએપ પર વારંવાર મેસેજ આવતા યુવતીએ કંટાળીને વર્ષ 2019ના જુલાઈ મહિનામાં  યુવકનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. યુવતી જ્યારે તેના ઘરે હાજર હોય ત્યારે આ યુવક મોબાઈલ ફોનમાં અલગ અલગ 17 નંબરથી દિવસના પાંચથી દસ મેસેજ અને કોલ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું.

આ પણ વાંચો: જેઠ ભાભીનો હાથ પકડી રૂમમાં લઇ ગયો, ગમે ત્યાં અડ્યો - પતિએ કહ્યું, 'તલાક તલાક તલાક'દરેક જગ્યાએ કરતો પીછો

આટલું જ નહીં, યુવતીના ક્લિનિકમાં પણ અવારનવાર આવીને યુવતીને હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન યુવક આ યુવતીને વારંવાર અનબ્લોક કરવા માટે રિક્વેસ્ટ કરતો હતો અને તેનો પીછો કરતો હતો. એક દિવસ ક્લિનિકના પાર્કિંગમાં આ યુવક આવી ગયો હતો અને યુવતી જ્યારે મોલમાં કરિયાણાનું શોપિંગ કરવા ગઈ હતી ત્યારે પણ તેનો પીછો કર્યો હતો. યુવતી ડરી જતા ત્યાંથી ભાગી ગઈ હતી.

આ પણ વાંચો: સુરત : માતાએ પાંચ વર્ષના દીકરાની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાત

... છતાંય પીછો કરવાનું ન છોડ્યું

બાદમાં યુવકની બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ તેમના ભાઈને સમજાવે તે પીછો કરે છે જે પીછો કરવાનું બંધ કરે. તેમ છતાં પણ યુવકે આ યુવતીનો પીછો કરવાનું છોડ્યું ન હતું. વર્ષ 2020માં આ યુવતી તેના પરિવારજનો સાથે આ યુવકના ઘરે સમજાવવા માટે ગયા હતા ત્યારબાદ યુવકના પરિવારે કહ્યું કે, હવેથી તેમનો દીકરો આ યુવતીને પરેશાન નહીં કરે. જેથી યુવતીએ તેને અનબ્લોક કરી દીધો હતો. બાદમાં ફરીથી તેને બ્લોક કરી દીધો હતો અને સોશિયલ મીડિયા દ્વારા પણ યુવકે હેરાન કરવાનું શરૂ કરતાં મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ અરજી કરી હતી.

સતત ત્રણ વર્ષથી હેરાન કરતો યુવક

થોડા મહિના પછી યુવકે ફરીથી પોતાના નંબર પરથી અનબ્લોક કરવાની માગણી કરવાનું અને પીછો કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ યુવતીએ તેના ક્લિનિકમાં તેના સ્ટાફ મેમ્બર્સનાની હાજરીમાં આ યુવકને પીછો કરવાનું બંધ કરવાનું કહ્યું હતું નહીં તો કડક પગલાં લેશે તેવું ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું તેમ છતાં પણ તેને વારંવાર ફોન અને મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો. વર્ષ 2021માં યુવતી એક કેફેમાં ગઈ હતી ત્યારે પણ આ યુવક તેની પાછળ આવ્યો હતો. અવરા નવાર ફોન મેસેજ કરી યુવકે ત્રણ વર્ષ સુધી સતત યુવતીને હેરાન કરતા આખરે કંટાળીને યુવતી આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: August 21, 2022, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading