હાઈ પ્રોફાઇલ યુવતીઓ સાથે 'સંબંધ'ની લાલચ આપી ખિસ્સા ખાલી કરતી ગેંગનો પર્દાફાશ


Updated: August 6, 2022, 4:54 PM IST
હાઈ પ્રોફાઇલ યુવતીઓ સાથે 'સંબંધ'ની લાલચ આપી ખિસ્સા ખાલી કરતી ગેંગનો પર્દાફાશ
આરોપી એક કોલ સેન્ટર ખોલીને અલગ-અલગ વ્યક્તિઓ ફોન કરતા હતા

Ahmedabad News: આરોપી એક કોલ સેન્ટર ખોલીને અલગ-અલગ વ્યક્તિઓને ફોન ઉપર વાત કરતા હતા અને તેમને હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે સંબંધની લાલચ આપતા હતા.

  • Share this:
અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બાપુનગર (cyber crime branch ahmedabad)થી એક ગેંગને પકડી પાડેલ છે અને જેઓ લોકોને છેતરવાનું કામ કરતા હતા. આરોપી એક કોલ સેન્ટર (call center) ખોલીને અલગ-અલગ વ્યક્તિઓને ફોન ઉપર વાત કરતા હતા અને તેમને હાઈ પ્રોફાઈલ (high profile) યુવતીઓ સાથે સેક્સની લાલચ આપતા હતા અને જેના અવેજમાં હોટલ તથા અન્ય ખર્ચા પેટે રૂપિયા પડાવી લેતા હતા.

મહત્વનું છે કે, જે મહિલા લોકો સાથે વાત કરતી હતી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સાયબર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે બાપુનગરમાં એક કોલ સેન્ટર ચાલે છે અને જે આરોપીઓ લોકોને હાઈ પ્રોફાઈલ લેડીસ સાથે સેક્સ કરવાની લાલચ આપીને ડમી મહિલા સાથે વાત કરાવીને હોટેલ અને બીજા ચાર્જ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરતા હતા.


આ પણ વાંચો: અમદાવાદ: Web Seriesને ફીક્કી પાડે તેવી હત્યાની કહાણી, IB ઓફિસરનું તરખટ

સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બાપુનગરના હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સહજાનંદ એવન્યુ ફ્લેટમાં આવેલા ચાથે માળે મકાન નંબર 16માં કમલ વાઘવાની આ વેપાર ચલાવી રહ્યો હતો. આરોપીએ 'સપનો કી પરી' જેવી અલગ અલગ વેબ સાઈટમાં પોતાનો નંબર રજિસ્ટર કરેલો હતો અને જેના પરથી ગ્રાહકોના ફોન આવતા હતા. જે ફોન ઉપર ડમી મહિલા વાત કરતી હતી.

આ પણ વાંચો:  બોલો જુબાં કેસરી: સુરતમાં 'કળાકારો' બે ટેમ્પો ભરી લાખોની વિમલ ગુટખા ચોરી ગયા
આરોપી Gpay અને ફોન પે ઉપર રૂપિયા મંગાવીને લોકોને છેતરવાનું કામ કરતા હતા અને પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓફિસમાંથી મોબાઇલ સહિત અનેક મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ લોકો કેટલા લોકો સાથે આ કામ કરી ચૂક્યા છે, તે માટે બેંક માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તપાસમાં અનેક લોકોના નામ સામે આવી શકે છે.
Published by: Azhar Patangwala
First published: August 6, 2022, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading