અમદાવાદ: પાકિસ્તાની જાસૂસની તપાસમાં ઘટસ્ફોટ, 13 લોકોને મોકલી ચૂક્યો છે પાકિસ્તાન


Updated: September 29, 2022, 9:30 PM IST
અમદાવાદ: પાકિસ્તાની જાસૂસની તપાસમાં ઘટસ્ફોટ, 13 લોકોને મોકલી ચૂક્યો છે પાકિસ્તાન
પાકિસ્તાની જાસૂસની તપાસમાં ઘટસ્ફોટ

Ahmedabad Crime: ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અબ્દુલ વહાબ પાંચ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે

  • Share this:
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડેલા પાકિસ્તાની જાસૂસને સીમ કાર્ડ આપી મદદ કરનાર આરોપીની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અબ્દુલ વહાબ પાંચ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે અને આરોપી અબ્દુલ વહાબ વર્ષ 2019માં પાકિસ્તાની ISI એજન્ટ મારફતે કરાંચી ગયો હતો. કરાંચીમાં 3 દિવસ જાસૂસીને લઈને ટ્રેનિંગ લીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ એ પણ સામે આવ્યું છે કે, આરોપી 16 જેટલા સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા અને 13 જેટલા લોકોને પાકિસ્તાન મોકલી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે શંકાસ્પદ લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જેમની તપાસમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે.

દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સિટીઝન જાસૂસની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ હતી. પાકિસ્તાની જાસૂસ બની 72 વર્ષના વૃદ્ધએ આંતરિક સુરક્ષાને લગતી માહિતી પહોંચાડી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપી સીમકાર્ડ અને વોટ્સએપ ઓટીપી દ્વારા પાકિસ્તાનીઓને મદદ કરતો હતો. ફેક વેબસાઈટ બનાવી નિવૃત સૈનિકોને ટાર્ગેટ કરતો હતો. 72 વર્ષનો અબ્દુલ વહાબ દેશ વિરોધી માહિતી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ મોકલતો હતો. આરોપીએ સરકારી વેબસાઇટ ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરીદળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સીમકાર્ડ નંબર ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબરનું પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબએ ખરીદેલા સીમકાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો. જેનાથી વોટ્સએપ એક્ટિવ કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: મોટી બહેન પ્રેમમાં ન ફસાતા નાની બહેનને ફસાવી, દુષ્કર્મ કરી ન્યૂડ ફોટો લીધા

પકડાયેલ પાકિસ્તાની જાસૂસ અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનો રહેવાસી છે, જેનું મૂળ વતન અફઘાનિસ્તાન બોર્ડર પર છે પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના કાલુપુર ખજૂરી મસ્જિદની ગલીમાં પરિવાર સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, પણ વર્ષ 2010 નિવૃત થયો છે. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવા ન્યુ દિલ્હી ગયો હતો. તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો અને પૈસા માટે પાકિસ્તાની જાસૂસ બન્યો હતો. આરોપી છેલ્લા 4 વર્ષથી દેશ વિરોધી કૃત્ય કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક સીમકાર્ડ માધ્યમથી વોટ્સએપ એક્ટિવ કરાવ્યું છે, પરંતુ તેના પાસેથી 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. જે કોના નામે ખરીદ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી અબ્દુલ વહાબ ચારથી પાંચ વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ પ્રકારએ અબ્દુલ વહાબ જેવા અનેક પાકિસ્તાન જાસૂસોની મદદથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી ભારત વિરુદ્ધના નેટવર્કને ફેલાવાનું ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. મહત્વનું છે કે, જે એક્ટિવ થયેલા વોટ્સએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સી isi દ્વારા ભારતના સુરક્ષાદળોની અત્યંત ગોપનીયત અને સુરક્ષા દ્રષ્ટીએ અતિસંવેદનશીલ આંતરિક વ્યવસ્થાની માહિતી એકત્રિત કરીને ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું ધડીને નેટવર્ક ઉભું કરતા હતા.
Published by: Azhar Patangwala
First published: September 29, 2022, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading