અમદાવાદ: પતિના મોત બાદ જ પત્નીની આંખો થઇ ચાર, કરોડોની મિલકત હડપવા ધડ્યું જોરદાર Scam


Updated: August 22, 2022, 3:57 PM IST
અમદાવાદ: પતિના મોત બાદ જ પત્નીની આંખો થઇ ચાર, કરોડોની મિલકત હડપવા ધડ્યું જોરદાર Scam
સરખેજ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે

Ahmedabad crime news: અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરીયાઓની મિલકતોમાં ભાગ મેળવવા માટે તમામ હદો વટાવી નાંખી

  • Share this:
અમદાવાદ: અમદાવાદના આંબલી (ambli) વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરીયાઓની મિલકતોમાં ભાગ મેળવવા માટે તમામ હદો વટાવી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હદ વટાવી નાખનાર પુત્રવધુએ પિતા અને ભાઇ તથા નામચીન અને કૌભાંડી જમીન દલાલ સાથે મળી આ કાવતરું (Conspiracy) રચતા ફરિયાદ નોંધાઇ (police complaint) છે. જેમાં યુવતીએ પોતાના ભાઈ પિતા અને જમીનનું કામ કરતા વ્યક્તિ સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની સાસરિયાની મિલકત પચાવી પાડવાનો (grab property ) પ્રયાસ કર્યો છે.

કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ

આ યુવતીનું નામ બીના પટેલ છે અને તેના પતિનું નામ ચિંતન પટેલ છે. અમદાવાદના આંબલી વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ સાથે પહેલા રહેતી બીના પટેલે પતિ ચિંતનના મૃત્યુ બાદ તરકટ રચીને ન માત્ર પતિના ભાગની મિલકત, પરંતુ સસરાની માલિકીની મિલકતમાં પણ પોતે વારસદાર હોય તેવું દર્શાવીને કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા

પતિના મૃત્યુ બાદ પત્નીની આંખો થઇ ચાર

આ સમગ્ર મામલે મૃતક ચિંતન પટેલના મોટાભાઈ અમરીશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં બીના પટેલ, મિતેશ પટેલ, રમેશ પટેલ સહિત ઉમંગ પાલુદરિયા નામના તલાટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અમરીશ પટેલના નાના ભાઈ ચિંતન પટેલને બે વર્ષ પહેલા કોરોના કાળમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા, જેના થોડા સમય બાદથી જ તેની પત્ની બીના પટેલે પોતાના ભાઈ મિતેષ પટેલ અને હિંમત પટેલ સાથે મળીને પતિની મિલકત મેળવવા માટે અવારનવાર માંગ કરી અને અંતે મોટું કાવતરું રચી નાખ્યું હોવાનું ફરિયાદી અમરીશ પટેલે જણાવ્યું છે.મિલકત માટે રચ્યું તરખટ

મહત્વનું છે કે આરોપી બીના પટેલના સસરા જગદીશ પટેલે દીકરાના મોત બાદ દીકરાની ભાગની અંદાજે 30 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી સંપત્તિ પુત્રવધુ અને તેની દીકરીઓના નામે કરી નાખી હતી. જોકે, છતાં પણ પુત્રવધુ બીના પટેલે જમીનનું કામ કરતા કુખ્યાત અને પોલીસ તથા રાજકારણીઓ અને મોટા માથા સાથે ધરોબો રાખનાર રમેશ મેશિયા સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલ મૃત્યુ પામ્યા હોય તેવું દર્શાવી પોતાના પતિ ચિંતન પટેલના મૃત્યુનું સર્ટિફિકેટ રજુ કરી અને જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરીઓની વારસદાર તરીકે એન્ટ્રી કરાવી નાખી હતી, જોકે ફરિયાદી અમરીશ પટેલે ઓનલાઇન પિતાની માલિકીનો સાતબારનો ઉતારો ચેક કરતા તેમાં આ સમગ્ર બાબત ખુલતા તપાસ કરતા બીના એ પોતાના મળતીયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃતિઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હોવાનું એમ ડિવિઝનના એસીપી એસ.ડી પટેલએ જણાવ્યું છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં આવશે ચક્રવાત સાથે વરસાદ

પોલીસ આરોપીઓને પકડવા ટીમો કામે લગાડી

મહત્વનું છે કે, આ ઘટનામાં સરખેજ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. જોકે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમરિશ પટેલે બે મહિના પહેલા કરેલી અરજીને ધ્યાને રાખીને બીના પટેલે પણ ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે હાલ તો સરખેજ પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવા તજવીજ તેજ કરી છે. હાલ તો મૃતક ચિંતનના પરિવારજનો પોલીસ પાસે ન્યાયની આશા રાખીને બેઠા છે ત્યારે કેટલા સમયમાં યોગ્ય રીતે પોલીસ ન્યાય અપાવી શકે છે એ જોવાનું રહેશે.
Published by: Azhar Patangwala
First published: August 22, 2022, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading