Ahmedabad Crime News: વાસણા અને વાડજ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે લુખ્ખાઓએ આતંક મચાવ્યો

News18 Gujarati
Updated: August 22, 2022, 10:59 PM IST
Ahmedabad Crime News: વાસણા અને વાડજ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે લુખ્ખાઓએ આતંક મચાવ્યો
વીડિયોના આધારે પોલીસે 7 થી 8 વ્યકિતઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

વાડજમાં અસામાજિક તત્વોના આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોકે આવી જ સ્થિતિ શહેરના વાસણા વિસ્તારની પણ છે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે.

  • Share this:
Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં લૂંટ, હત્યા અને ફાયરિંગની ઘટનાઓ બાદ હવે લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. ખાસ કરીને શહેરના નિર્ણય નગરમાં લુખ્ખા તત્વો લૂંટ ચલાવી બાદમાં મારા મારી કરીને વાહનોમાં તોડફોડ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

અમદાવાદના નવાવાડજના નિર્ણયનગર વિસ્તારમાં અસામાજિકતત્વો બેફામ બન્યા છે. અહીં આવેલા અર્જુન આશ્રમ પાસે લુખ્ખા તત્વોએ આંતક મચાવ્યો છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે જેમાં કેટલાંક અસામાજિક તત્વો બાઈકો પર આવે છે, સાથે તલવાર અને લાકડીઓ જેવા હથિયાર પણ જોવા મળી રહ્યા છે. જેઓ દુકાનદાર સાથે ગુંડાગર્દી કરી રહ્યા છે. સાથે બેફામ રીતે વાહન અને દુકાનોમાં તોડફોડ કરી રહ્યા છે.


જોકે વીડિયોના આધારે પોલીસે 7 થી 8 વ્યકિતઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોના આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોકે આવી જ સ્થિતિ શહેરના વાસણા વિસ્તારની પણ છે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. સોમેશ્વરનગર પાસે દારુ પીધેલી હાલતમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. પાંચથી વધુ લોકોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા ડરનો માહોલ ફેલાયો છે. ત્યાં જ વાસણા પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો- પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત, 27 ઓગસ્ટે યોજાશે મહાસમંલન

તમને જણાવી દઇએ કે, આ અગાઉ નિર્ણયનગરના રેવા આવાસ યોજનામાં રોહિત ઠાકોર નામના આરોપીએ તેના સાગરીતો સાથે મળીને પહેલા લૂંટ ચલાવી બાદમાં મારા મારી કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જો કે પોલીસને જાણ કરતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
Published by: rakesh parmar
First published: August 22, 2022, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading