ગુજરાત બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે: દિલ્હીના કોંગ્રેસના મહિલા નેતાએ ગુજરાતનું કર્યું અપમાન

News18 Gujarati
Updated: August 10, 2022, 10:46 AM IST
ગુજરાત બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે: દિલ્હીના કોંગ્રેસના મહિલા નેતાએ ગુજરાતનું કર્યું અપમાન
નતાશા શર્માની ફાઇલ તસવીર

Gujarat latest news: નતાશા શર્માએ ગુજરાત અંગેના ગોલ્ડમેડલના વિવાદીત નિવેદન બાદ થોડી જ મિનિટોમાં ટ્વિટર પર માફી પણ માંગી લીધી છે.

  • Share this:
અમદાવાદ: ભારતે આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) 22 ગોલ્ડ મેડલ જીતીને દુનિયાને બતાવી દીધું છે કે, હમ ભી કીસી સે કમ નહીં. ત્યારે દિલ્હીના કોંગ્રેસ નેતા નતાશા શર્માએ (Natasha Sharma tweet) ગુજરાત અંગે એક વિવાદિત નિવેદન ટ્વિટ કર્યું છે. જોકે, એની થોડી જ મિનિટોમાં તેમણે ગુજરાતની માફી માંગતી ટ્વિટ કરી છે.

નતાશા શર્માનું વિવાદિત ટ્વિટ


નતાશા શર્માએ ગુજરાત અંગેના ગોલ્ડમેડલના વિવાદીત ટ્વિટ કર્યું છે કે, ' 'ગુજરાત'થી કોઇ રમતમાં ગોલ્ડ મેડલ લાવ્યું છે કે પછી બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે.' જોકે, ટ્વિટ કરીને થોડા જ સમયમાં તેમણે ટ્વિટર પર માફી પણ માંગી લીધી છે.


નતાશા શર્માએ માફી માંગી


નતાશા શર્માએ ગુજરાત અંગેના ગોલ્ડમેડલના વિવાદીત નિવેદન બાદ થોડી જ મિનિટોમાં ટ્વિટર પર માફી પણ માંગી લીધી છે. માફી માંગતા કોંગ્રેસના મહિલા નેતાએ જણાવ્યું કે, 'ગુજરાત અંગે મારા દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અંગે મને ઘણું જ દુખ થયું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી, અહિંસા અને પ્રેમની ધરતી છે ગુજરાત, ગુજરાતે આપણા દેશને ઘણાં મોટા મોટા ગૌરવ અપાવ્યા છે.'
નતાશા શર્માની માફી માંગતી ટ્વિટ

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતે બે ગોલ્ડ જીત્યા


નોંધનીય છે કે, ગુજરાતે કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ટેબલ ટેનિસમાં હરમીત દેસાઇ અને પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.


ભારતે 22 ગોલ્ડ મેડલ જીત્યા


બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 61 મેડલ સાથે ઓવરઓલ ચોથા સ્થાને રહ્યું છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ઓસ્ટ્રેલિયા 178 મેડલ સાથે ટોચના સ્થાને રહ્યું છે. તેણે 67 ગોલ્ડ, 57 સિલ્વર અને 54 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. 2010માં રમાયેલ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે સૌથી સફળ રહી હતી. જેમાં 38 ગોલ્ડ સાથે 101 મેડલ જીત્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: August 10, 2022, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading