દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી જવાની અલગ-અલગ ઘટનામાં છ લોકોના મોત

News18 Gujarati
Updated: August 7, 2022, 8:43 PM IST
દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી જવાની અલગ-અલગ ઘટનામાં છ લોકોના મોત
દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન અલગ-અલગ દુ્ર્ઘટનાઓમાં રાજ્યમાં 6 લોકોના મોત નિપજ્યા છે.

આણંદના સંદેશર ગામે દશામાંની મૂર્તિ વિસર્જન વખતે બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે.

  • Share this:
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટના છ લોકોએ જીવ ગુમાવ્યા છે. આણંદ, અંકલેશ્વર, ઈડર અને મોરવાહડફમાં ડૂબવાની ઘટનાઓ બની હતી. જ્યાં દશામાની મૂર્તિ (Dashama Idol) વિસર્જન દરમિયાન અલગ-અલગ દુ્ર્ઘટનાઓ (Accident)માં રાજ્યમાં 6 લોકોના મોત (6 people died in Gujarat) નિપજ્યા છે. આરાધના કર્યા બાદ મૂર્તિના વિસર્જન માટે માઈ ભક્તો તળાવ કે નદી (River)માં વિસર્જન કરવા જાય છે. જો કે આ વિસર્જન દરમિયાન કેટલીક જગ્યાએ દુર્ઘટના સામે આવી છે.

આણંદના સંદેશર ગામે દશામાંની મૂર્તિ વિસર્જન વખતે બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. મોડી રાત્રીએ આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. ત્યાં જ આ ઘટનામાં પરિવારે પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કર્યો હતો. જો કે, મોતનું કારણ દશામાની મૂર્તિ વિસર્જન કરતા સમયે થયું કે આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.


ત્યાં જ બીજી ઘટનામાં અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલ ત્રણ યુવાનો ડૂબ્યા હતા. આ ઘટનામાં ફાયર વિભાગે એક યુવકને બચાવી લીધો છે. જ્યારે અન્ય બે યુવાનો ડૂબ્યા હતા.

આ પણ વાંચો- AMC ની બેદરકારીના કારણે દશામાંની મૂર્તિઓ કચરા ભરેલા ટ્રેક્ટરમાં લઇ જવાઇ

ત્રીજી ઘટના સાબરકાંઠાના ઇડરના કડિયાદરા ગામની ઘઉંવા નદીમાં બની હતી જ્યાં એક યુવાન ડૂબ્યો હતો. યુવક નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયો હતો. આ દરમિયાન પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો- છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 દર્દીના મોત, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

ચોથી ઘટના પંચમહાલના મોરવાહડફનાં સુલિયાત ગામના સિંચાઈ તળાવમાં બની હતી. જ્યાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. આ યુવક દશામાની મુર્તિ તળાવમાં પધરાવવા માંટે જતાં ઘટના બની હોવાનું આવ્યું સામે આવ્યું છે. સ્થાનિક તળવૈયાની મદદ લઈ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
Published by: rakesh parmar
First published: August 7, 2022, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading