Ahmedabad News: અમદાવાદના ભાડુઆતના ત્રાસથી મકાનમાલિકનો આપઘાત, સુસાઇડ નોટ મળતા ભાંડો ફૂટ્યો


Updated: September 30, 2022, 8:49 AM IST
Ahmedabad News: અમદાવાદના ભાડુઆતના ત્રાસથી મકાનમાલિકનો આપઘાત, સુસાઇડ નોટ મળતા ભાંડો ફૂટ્યો
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ - ફાઇલ તસવીર

Ahmedabad Crime News: કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ ભાડુઆતના ત્રાસથી આપઘાત કરી લીધો છે. ત્યારે આ મામલે મૃતકની પત્નીને સુસાઇડ નોટ મળી હતી. જેને આધારે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક વ્યક્તિના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં મૃતકે ભાડુઆત મહિલા, તેના પતિ અને પુત્ર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા અને મકાન નામે કરવાની ધમકીઓ આપી દબાણ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પત્ની શાકભાજી લેવા ગયા ત્યારે ફાંસો ખાધો


મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગરના શ્રીરામ ટેનામેન્ટમાં દિલીપભાઈ પરિવાર સાથે રહે છે. ત્યારે તેમણે પુષ્પરાજ એપાર્ટમેન્ટનું મકાન રેખાબેન પ્રજાપતિને ભાડે આપ્યું હતું. ગઈ 27મી સપ્ટેમ્બરે સાંજે પત્ની ભાવનાબેન શાકમાર્કેટમાં ગયા હતા ત્યારે પતિ દિલીપભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ભાવનાબેનના ગયા પછી પતિએ સિલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ભાવનાબેન ઘરે આવીને પતિને લટકતા જોઈને બૂમાબૂમ કરવા લાગે છે અને ત્યારે આસપાસના લોકો ભેગા થઈને દિલીપભાઈને ઉતારે છે.

આ પણ વાંચોઃ 12મા માળેથી આપઘાત કરનાર પોલીસકર્મીની અક્ષરસઃ સુસાઇડ નોટ

ભાડુઆતનો પરિવાર ખૂબ હેરાન કરતો હતો


ત્યારબાદ મૃતક દિલીપભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા અને ફરજ પર હાજર ડોક્ટરે તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પત્નીને એક સુસાઇડ નોટ મળી હતી. તેમાં ઉલ્લેખ કર્યો હતો કે, પુષ્પરાજ એપાર્ટમેન્ટના ભાડુઆત રેખાબેને દિલીપભાઈને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન તેમના નામે કરવા માટે દબાણ કર્યુ હતુ. તેટલું જ નહીં, અવારનવાર ભાડુઆત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા અને આરોપીનો પરિવાર પણ તેમને ખૂબ હેરાન કરતો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આરોપીઓએ ભાડુઆત પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા અને તેમના ત્રાસથી કંટાળીને દિલીપભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે મૃતકની સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મૃતકની સુસાઇડ નોટમાં શું લખ્યુ હતુ?


મૃતકની સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, એક વર્ષથી પ્રેમજાળમાં આરોપી મહિલાએ ફસાવ્યો હતો. આ મહિલા પોલીસ ફરિયાદ કરીને ફસાવી દઈશ તેમ કહી ધમકાવતી હતી અને મકાન તેના નામે કરવા માટે દબાણ કરતી હતી. આરોપી મહિલાનો દીકરો ધવલ પ્રજાપતિ અવારનવાર મારી નાખવાની ધમકી આપતો હતો. જે પોતે દારૂ, ગાંજો, ચરસ જેવા નશા કરતો હતો અને મકાન નહીં ખાલી કરું તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપતો હતો. આરોપી ધવલ કોઈ ગેંગનો માણસ પણ હોવાનો મૃતકે આક્ષેપ કર્યો છે. સાથે જ મૃતકે સુસાઇડ નોટમાં પોલીસને પણ વિનંતી કરી છે કે, આ ત્રણ લોકોને જામીન આપતા નહીં, નહીંતર પકડાશે નહીં અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
Published by: Vivek Chudasma
First published: September 30, 2022, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading