દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર PhD થશે


Updated: August 9, 2022, 4:36 PM IST
દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર PhD થશે
રાજ્યના ગવર્નર દ્વારા પ્રાકૃતિક ખેતીની દિશામાં યુવાનો આગળ વધે એવા સતત પ્રયાસ કરવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટીના IIS નાં ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના વિષય સાથે PhD કોર્સ શરૂ થશે તો પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં અનેક રિસર્ચ શરૂ થશે.

  • Share this:
અમદાવાદ: કેમિકલ યુક્ત ખાતરથી ખેતી કરવાની જગ્યાએ હવે કુદરતી ખાતર (Natural fertilizer) દ્વારા પ્રાકૃતિક ખેતી (Natural Farming) પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Gujarat Governor Acharya Devvrat)એ પણ ખેડૂત  પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું અભિયાન ઉપાડ્યું છે. ત્યારે હવે પ્રાકૃતિક ખેતી વિષય પર સંશોધનો કરી તે જ વિષય પર PhD કરવાની તક ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) આપશે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટી દ્વારા 8 બેઠકો સાથે કોર્સ શરૂ કરાશે. રાસાયણિક ખાતરથી મળતું અનાજ ઘણું નુકસાન કરી રહ્યું છે. જેથી હવે ગાય આધારિત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુહિમ ઉપાડી છે. રાસાયણિક ખેતીથી જમીન અને આપણું બંનેનું સ્વાસ્થ્ય બગડે છે. જેથી પ્રાકૃતિક ખેતીના વિષયના પાઠ સ્કૂલના બાળકોને તો ભણાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે પ્રાકૃતિક ખેતી વિષય પર સંશોધન થાય તે માટે વિદ્યાર્થીઓ Phd કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ પહેલ કરી છે.

આ પણ વાંચો - સુરતમાં 400થી 10 લાખ રુપિયા સુધી વેચાઇ રહી છે ચાંદી, સોના અને હીરાની રાખડીઓ, જુઓ તસવીરો

ગુજરાત યુનિવર્સિટીના IIS નાં ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના વિષય સાથે PhD કોર્સ શરૂ થશે તો પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં અનેક રિસર્ચ શરૂ થશે. દેશમાં પહેલીવાર પ્રાકૃતિક ખેતીના વિષયમાં PhD કરાવનારી પ્રથમ યુનિવર્સિટી બનશે. નવા રિસર્ચ થતા આખી દુનિયાને જે પરિણામ મળશે એનાથી સૌને પ્રાકૃતિક ખેતીનાં મહત્ત્વ અને જરૂરિયાત વિશે ખ્યાલ આવશે.

આ પણ વાંચો- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

રાજ્યના ગવર્નર દ્વારા પ્રાકૃતિક ખેતીની દિશામાં યુવાનો આગળ વધે એવા સતત પ્રયાસ કરવામાં આવે છે. તેમના દ્વારા જે પ્રેરણા મળી રહી છે એ દિશામાં આગળ વધતા અમે પ્રાકૃતિક ખેતી વિષયમાં PhD નો કોર્સ શરૂ કરી રહ્યા છે. મહત્ત્વનુ છે કે ગુજરાત યુનિવર્સિટીએ Phd કોર્સની શરુઆત કરવાની પહેલ કરી છે. આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીની દ્વારા લાયબ્રેરી પાસે કુદરતી ખાતર તૈયાર કરવાનો પ્રોજેકટ અને એ કુદરતી ખાતરથી ખેતી કરવાનો પ્રોજેકટ પણ કરી ચુકી છે. ત્યારે હવે વિદ્યાર્થી કુદરતી ખેતી વિષય પર અભ્યાસ કરી અવનવા સંશોધનો કરી શકશે.
Published by: rakesh parmar
First published: August 9, 2022, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading