અમદાવાદ: 'ગોળી મારી દઈશું', ISISના નામે ફોન કરી આપી ધમકી!


Updated: August 5, 2022, 5:24 PM IST
અમદાવાદ: 'ગોળી મારી દઈશું', ISISના નામે ફોન કરી આપી ધમકી!
ISISના નામે ફોન કરી આપી ધમકી

Crime In Ahmedabad: 'તમારી ગાડીનો પીછો કરી રહ્યા છે. તમને અને તમારા બોડીગાર્ડને ગોળી મારી દઇશું', સનસનીખેજ ફોન કોલથી ફફડાટ

  • Share this:
અમદાવાદ:  સનાતન સંઘ ટ્રસ્ટના ચેરમેનને ISISના નામે ધમકી (threatening call ) મળી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તેમને અને તેમના અંગ રક્ષકને ગોળી મારી દેવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો (police complaint) છે.

સુરતમાં રહેતા અને સનાતન સંઘ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે કાર્યરત ઉપદેશ રાણાને વધુ એક વાર ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ તેઓ પોતાની ગાડીમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા.  તેઓ સારંગપુર તરફ પહોંચ્યા હતા, ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે ISISમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. તેણે તેમની ગાડીનો પીછો કરતાં હોવાની પણ વાત કહી હતી.  તેણે ફોન પર ધમકી આપી હતી કે, તમારી સાથેના પોલીસ પ્રોટેક્શનવાળા વ્યક્તિને ગોળી મારીને તમને પણ ગોળી મારી દઈશું. જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનને જવાનું કહેતા સામેવાળી વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: ક્રાઇમ બ્રાન્ચનું 'ફિલ્મી ઓપરેશન', ટીંગાટોળી કરી આરોપીને દબોચ્યો

ગર્ભિત ધમકી મળતા જ ફરિયાદી ઉપદેશ રાણાએ આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાના પગલે ગુનો દાખલ કરી ISISની ઓળખ આપીને ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat Weather forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસશે સાંબેલાધાર

મહત્વનું છે કે, ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા બાદ આ કામના ફરિયાદીની રેકી કરવામાં આવી હોવાથી તેમણે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કાગડાપીઠમાં ધમકી મળ્યાની ઘટના બન્યા બાદ તેમણે પોતાની સિક્યુરિટી વધારવા માટે કોર્ટમાં અરજી કરી છે. સાથે જ તેમણે હથિયારધારી પ્રોટેક્શનવાળો પોલીસકર્મી મળે તે પ્રકારની માંગ કરી છે. જોકે, આ મામલે ફરિયાદીને ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને ધમકી આપવા પાછળનું કારણ શું છે તે તો આરોપી પકડાયા બાદ જ સામે આવશે.
Published by: Azhar Patangwala
First published: August 5, 2022, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading