પ્રેમિકા પાછળ ઉડાવ્યા ખૂબ પૈસા, બ્રેકઅપ બાદ હિસાબ માંગી કરી 'ગંદી' હરકત


Updated: August 5, 2022, 11:03 AM IST
પ્રેમિકા પાછળ ઉડાવ્યા ખૂબ પૈસા, બ્રેકઅપ બાદ હિસાબ માંગી કરી 'ગંદી' હરકત
એક મહિલાએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે

Ahmedabad Crime News : આ દરમિયાન યુવકે મહિલા પાસે સંબંધ રાખ્યા ત્યારે ખૂબ ખર્ચ કર્યો હોવાનું કહી પૈસા માંગણી કરી ભર બજારે કરી આવી હરકત.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ તેના પૂર્વ પ્રેમી (woman and her ex lover) સામે ફરિયાદ (police complaint) નોંધાવી છે. આ મહિલાને અગાઉ પતિ સાથે છૂટાછેડા (Divorce) થયા હતા. બાદમાં તે એક યુવકના પ્રેમમાં પડી હતી, પણ આ યુવક શંકાઓ રાખતો હોવાથી તેની સાથે પ્રેમ સંબંધ (relationship) પૂર્ણ કરી નાખ્યા હતા. આ દરમિયાન યુવકે મહિલા પાસે સંબંધ રાખ્યા ત્યારે ખૂબ ખર્ચ કર્યો હોવાનું કહી પૈસા માંગી ભર બજારે છેડતી કરી ધમકી આપી હતી.

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા એક સ્કૂલમાં શિક્ષક તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2010માં એક યુવક સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. આ મહિલાને તેના પતિ સાથે છ વર્ષ પહેલા મનમેળ ન હોવાથી છૂટાછેડા લીધા હતા. ત્યારથી આ મહિલા તેની દીકરી સાથે રહેતી હતી. બે વર્ષ પહેલાં આ મહિલા નોકરીની સાથે સાંજના સમયે શાક માર્કેટમાં શાકભાજીની લારી લગાવી વેપાર કરતી હતી. ત્યારે ત્યાં રહેતા અમિત નામનો યુવક કે જે પણ શાકભાજીના વેપાર કરતો હતો તેની સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, નરાધમે હવસ સંતોષી કિશોરીને લાફા ઝીંકી રસ્તા પર તરછોડી દીધી

એક વર્ષ પહેલા અમિત એ આ મહિલા પર ખોટી રીતે વહેમ રાખી ઝઘડો કરવાનો શરૂ કર્યું હતું. અવારનવાર શંકાઓ રાખી આ મહિલા સાથે અમિત મારામારી ઝઘડો કરતો હોવાથી કંટાળીને મહિલા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. બાદમાં અમિત અવારનવાર મહિલા પાસે આવી કહેતો કે તારી સાથે સંબંધ રાખ્યો તે દરમિયાન ઘણા પૈસા વાપર્યા છે એ પૈસા તું મને આપી દે તેમ કહી ઝઘડો કરતો હતો. જ્યારે મહિલા રોડ ઉપરથી અવરજવર કરે ત્યારે આબરૂ લેવાના ઇરાદે તેની છેડતી કરતો હતો અને ફોન કરી આ મહિલાને તથા દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને આ મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: August 5, 2022, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading