બનાસકાંઠા: પિસ્તોલોના સોદા સમયે જ પહોંચી પોલીસ, બે સોદાગરો હાથ તાળી આપી ફરાર


Updated: August 7, 2022, 9:34 AM IST
બનાસકાંઠા: પિસ્તોલોના સોદા સમયે જ પહોંચી પોલીસ, બે સોદાગરો હાથ તાળી આપી ફરાર
બનાસકાંઠાના અમીરગઢમાંથી પિસ્તોલનું વેચાણ થતું ઝડપાયું છે

અમીરગઢ હાઈવે પર આવેલી એક હોટલ નજીક બે પિસ્તોલોનો સોદો થાય તે પહેલા જ બનાસકાંઠાની એસઓજી પોલીસે છાપો મારી પિસ્તોલ વેચવા આવેલા શખ્સને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.

  • Share this:
અમીરગઢ: બનાસકાંઠાના અમીરગઢમાંથી પિસ્તોલનું વેચાણ થતું ઝડપાયું છે. અમીરગઢ હાઈવે પર આવેલી એક હોટલ નજીક બે પિસ્તોલોનો સોદો થાય તે પહેલા જ બનાસકાંઠાની એસઓજી પોલીસે છાપો મારી પિસ્તોલ વેચવા આવેલા શખ્સને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. જોકે, પિસ્તોલ ખરીદવા આવેલો મહેસાણાનો શખ્સ તેમજ કારચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે. આ જિલ્લામાં આંતરરાજ્યને જોડતી બોર્ડર આવેલી હોવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગુનાહિત ચીજ વસ્તુઓની હેરાફેરી થતી હોય છે, ત્યારે વધુ એક વખત રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ તાલુકામાં  પિસ્તોલનું વેચાણ થતું પોલીસે ઝડપી પાડયું છે.

બનાસકાંઠાની એસઓજી પોલીસને અમીરગઢના ધનપુરા નજીક આવેલી શિવલહેરી હોટલમાં બે પિસ્તોલોનો સોદો થવાનો હોવાની બાતમી મળી હતી.જોકે, બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પિસ્તોલ વેચવા આવેલા શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસે રહેલી બે પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે.

આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પોલીસે પૂછપરછ કરતાં આ શખ્સ  રાજસ્થાનના ઝાલોર જિલ્લાનો કમલેશ  પ્રભુરામ વિશ્નોઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ રેડ દરમિયાન બે શખ્સો પોલીસ જોઇ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. જેને પગલે પોલીસે કમલેશને બે પિસ્તોલ સાથે ઝડપી પોલીસ મથકે લઈ જઈ વધુ પૂછપરછ કરી તો નાસી છૂટનાર બે શખ્સોમાં  એક બંદૂક ખરીદવા આવેલો  મહેસાણાનો વિજય ગિરીશભાઈ ડાભી અને  આબુરોડના ગઢડાનો દેવુ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. જેને લઇ પોલીસે કમલેશ સહિત નાસી છૂટનાર બે મળી કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી  પિસ્તોલ સાથે ઝડપાયેલા કમલેશની વધુ પૂછપરછ કરી તો  કમલેશ આ પિસ્તોલ  સાચોરના વિકાસ વિશ્નોઈ પાસેથી રૂ.50 હજારમાં લાવ્યો  અને મહેસાણાના  વિજયને રૂ.1  લાખમાં વેચવાનો હોવાનું સામે આવ્યું છે.

જોકે, આ સમગ્ર મામલે પોલીસે બાજ નજર રાખી પિસ્તોલનો સોદો થતો ઝડપી લીધો છે અને આરોપી કમલેશને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી ફરાર બે શખ્સોને  શોધખોળ હાથ ધરી છે. ફરાર બે શખ્સો ઝડપાયા બાદ જ આ પિસ્તોલ ક્યાં લઈ જઈ કયા કામમાં વપરાવાની હતી તે  સામે આવશે.
Published by: Azhar Patangwala
First published: August 7, 2022, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading