Coronaના પ્રતિબંધ દૂર થયા પછી આનંદ મહિન્દ્રા શું કરશે? શેર કર્યો અનોખો Video


Updated: April 17, 2021, 9:44 PM IST
Coronaના પ્રતિબંધ દૂર થયા પછી આનંદ મહિન્દ્રા શું કરશે? શેર કર્યો અનોખો Video
આનંદ મહિન્દ્રાની ફાઇલ તસવીર

મહિન્દ્રાનાં માલિક આનંદ મહિન્દ્રાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો તેના પર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે

  • Share this:
દરેક વ્યક્તિ મહામારી (Coronavirus) પછીની દુનિયાની રાહ જોઈ રહી છે, જેથી તે પહેલાની જેમ સામાન્ય જીવન જીવી શકે. મહિન્દ્રા ગૃપના (anand Mahindra) ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વિડીયો શેર કરીને જણાવ્યું છે કે જ્યારે દરેક પ્રતિબંધ દૂર થશે, ત્યારે આપણે કેવો વ્યવહાર કરશું. વિડીયોમાં જોઈ શકાય છે કે શેલ્ટરમાંથી બહાર આવ્યા બાદ શ્વાન કેવો વ્યવહાર કરે છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો થાય તે માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ જ્યારે દૂર થશે, ત્યારે તે આ ઉત્સાહિત શ્વાનની જેમ વર્તશે.

વિડીયોમાં શ્વાન ઉત્સાહિત થઈને કૂદતા પહેલા વાતાવરણનો આનંદ લે છે. આ વિડીયોને 5 લાખથી વધુ વ્યૂ મળ્યા છે. દરેક વ્યક્તિ પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે અનેક રાજ્યોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પ્રતિબંધ લગાવવા સમયે બિઝનેસ ટાઈકૂને ટ્વિટ કર્યું છે.

સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ કર્ફ્યૂ શુક્રવાર 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધીનું છે.



કર્ફ્યૂમાં માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દારૂ સહિતની તમામ બિન-આવશ્યક ચીજવસ્તુઓની દુકાન બંધ રહેશે. 30 એપ્રિલ સુધી મોલ, બાર, રેસ્ટોરન્ટ, જીમ, એન્ટટેઈનમેન્ટ પાર્ક અને ઓડિટોરિયમ બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં 1 મે સુધી ધારા 144 લગાવવામાં આવી છે, કોઈપણ વ્યક્તિ જરૂરી કારણ વગર બહાર નીકળી શકશે નહીં.

આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) 30 એપ્રિલ સુધી ભારતથી અને ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પર પ્રતિબંધની ઘોષણા કરવામાં આવી હતી. અનેક રાજ્યોમાં જાહેર કરવામાં આવ્યું છે કે બીજા રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
First published: April 17, 2021, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading