10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

News18 Gujarati
Updated: June 7, 2021, 2:42 PM IST
10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ
નોટબંધી બાદ નકામી થઈ ગયેલી 500 રૂપિયાની આ ખાસ નોટ આપની કિસ્મત બદલી શકે છે!

નોટબંધી બાદ નકામી થઈ ગયેલી 500 રૂપિયાની આ ખાસ નોટ આપની કિસ્મત બદલી શકે છે!

  • Share this:
નવી દિલ્હી. 8 નવેમ્બર 2016માં ભારતમાં ત્યારે અફરાતફરી ફેલાઈ થઈ હતી જ્યારે અચાનક નોટબંધી (Demonetization)ની જાહેરાત થઈ હતી. આ નોટબંધીમાં ભારતમાં ચલણમાં વપરાતી 500 અને 1000ની નોટ (Currency Note) બંધ કરી દેવામાં આવી હતી. મહાત્મા ગાંધી સીરીઝ (Mahatma Gandhi Series)ની આ નોટ આ દિવસ બાદ નકામી થઈ ગઈ હતી. પરંતુ આજે અમે આપને આ નોટોના માધ્યમથી નાણા કમાવવાની સરળ પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ. જો આપની પાસે પણ 500 રૂપિયાની આ જૂની નોટ છે તો તાત્કાલિક તેને શોધો અને ચેક કરો કે ક્યાંક આપની પાસે પણ 500 રૂપિયાની આ ખાસ નોટ તો નથી ને?

કોઈ પણ નોટને રિઝર્વ બેંક (Reserve Bank of India) છાપે છે. આ નોટોને ખૂબ જ સાવધાનીથી પ્રિન્ટ કરવામાં આવે છે. તેની એક પેટર્ન ફિક્સ્ડ (Fixed Pattern) છે અને તે મુજબ નોટોને છાપવામાં આવે છે. જો આરબીઆઇથી છાપકામ દરમિયાન નોટોમાં કોઈ ભૂલ રહી જાય તો અને તે માર્કેટમાં આવી જાય તો નોટ ખાસ બની જાય છે. આજે અમે જે નોટની વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના છાપકામ દરમિયાન મોટી ભૂલ થઇ ગઈ હતી, જેના કારણે નોટબંધી બાદ પણ તેને ખરીદવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે.

આ પણ વાંચો, કોરોના કાળમાં બે ભાઈઓએ શરૂ કરી નારિયલ પાણીની હોમ ડિલીવરી, હજારોમાં થઈ રહી છે કમાણી

એક ભૂલથી નોટ બની મૂલ્યવાન

નોટબંધી બાદ નકામી થયેલી 500 રૂપિયાની કેટલીક નોટ આપને હજારો રૂપિયાની કમાણી કરાવી શકે છે. ઓનલાઇન તમે આ નોટોને પાંચ કે દસ હજાર સુધીમાં વેચી શકો છો. તેમાં જે નોટની અમે વાત કરી રહ્યા છે તેની ઓનલાઇન કિંમત 5000 રૂપિયા સુધીની છે. આ ખાસ નોટના છાપકામ દરમિયાન એક ભૂલ થઈ ગઈ હતી. મૂળે, આ નોટમાં સીરિયલ નંબરનું છાપકામ બે વાર થઈ ગયું છે. જો આપની પાસે 500ની આવી નોટ છે જેમાં બે વાર સીરિયલ નંબર પ્રિન્ટ છે તો તમે તેને ઓનલાઇન 5000 રૂપિયામાં વેચી શકો છો.10 હજારની છે આ નોટ

પ્રિન્ટિંગ મિસ્ટેક ઉપરાંત વધુ એક 500 રૂપિયાની નોટ આપને માલામાલ કરી શકે છે. આ નોટમાં કિનારાથી એક્સ્ટ્રા પેપર છૂટી ગયું હતું. જો આપની પાસે આવી નોટ છે જેને સાઇડમાં એક્સ્ટ્રા પેપર છે તો તે ઓનલાઇન 10000 હજાર રૂપિયામાં વેચાઈ રહી છે. તાત્કાલિક કબાટમાં સાચવીને મૂકેલી આ નોટોને શોધી કાઢો, ક્યાંક આપની કિસ્મત બદલાઈ જાય. જો આપની પાસે આવી નોટ મળી જાય છે તો તેને ઓનલાઇન વેચી શકો છો.

આ પણ વાંચો, Cryptocurrency Price Today: આજે કયા સિક્કા આપને બનાવશે માલામાલ, અહીં ચેક કરો સમગ્ર લિસ્ટ


આવી રીતે કરો સેલ

નોટમાં પ્રિન્ટિંગની ભૂલ તેને ખાસ બનાવી દે છે. અનેક લોકો આવા પ્રકારની નોટ એકત્ર કરવાનો શોખ ધરાવે છે. જો આપની પાસે અહીં જણાવ્યા મુજબની ચલણમાંથી બહાર થઈ ગયેલી 500 રૂપિયાની નોટ છે તો તમે તેને ઓનલાઇન વેચી શકો છો. oldindiancoins.com પર આ નોટોનું વેચાણ થઈ રહ્યું છે. બસ તેની તસવીર લઈ લો અન સેલર તરીકે રજિસ્ટર કરી દો. નકામી નોટથી નાણા કમાવવાની આ પદ્ધતિ આપને માલામાલ બનાવી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: June 7, 2021, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading