Business Tips: આ નોટ તમને અપાવી શકે છે રૂપિયા એક લાખ, દરેકની છે અલગ અલગ કિંમત

News18 Gujarati
Updated: July 3, 2021, 8:29 AM IST
Business Tips: આ નોટ તમને અપાવી શકે છે રૂપિયા એક લાખ, દરેકની છે અલગ અલગ કિંમત
જૂની ચલણી નોટોના મળી શકે છે મબલખ રૂપિયા ચેક કરો કેટલી બોલાઈ રહી છે કિંમત

Business Tips : જૂની ચલણી નોટોના સંગ્રાહકો તમને આ નોટના બદલામાં આપી શકે છે મોટી રકમ, જાણો ફટાફટ

  • Share this:
કોરોનાકાળમાં (Coronatimes) ઘણા લોકો એવા છે જેના પર આર્થિક સંકટ આવી ગયું છે. ઘણા લોકો ધંધો (Business) કરવાના અને રૂપિયા (Money) કમાવવાના નવા નવા પેતરા શોધતા હોય છે ત્યારે આજે અમે આપને એક અલગ પ્રકારની બિઝનેસ ટીપ્સ (Business Tips) આપવા જઈ રહ્યા છીએ. જો તમારી પાસે જૂની ચલણી (Old Currency Notes) નોટ હોય તો આ નોટના બદલામાં તમે રૂપિયા 1 લાખ કમાઈ શકો એવો આઇડિયા અમે દર્શાવીશું. જોકે, આ આઇડિયાથી તમે કેટલા રૂપિયા મેળવી શકો છો એ તો તમારી આવડત અને નસીબ પર જ આધારિત છે.

હકિકતે વાત એવી છે કે વિશ્વમાં અને ભારત દેશમાં પણ લાખો સંગ્રાહકો એવા છે જે મનગમતી ચીજોના સંગ્રહ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ સંગ્રાહકોમાં જૂની ચલણી નોટોના સંગ્રાહકો પણ મોટી સંખ્યામાં છે અને તેઓ ઓનલાઇન આવી ચીજોની ખરીદી કરવા માટે રસ દાખવતા હોય છે. સંગ્રાહકો જૂની રૂપિયા 1-5-10ની નીચે જણાવ્યા મુજબની નોટના ખૂબ પૈસા ચુકવી રહ્યા છે.

આ પણ વાંચો : કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

1 રૂપિયાની નોટના મળી શકે છે રૂપિયા 45,000 હજાર

જો તમારી પાસે રૂપિયા 1ની આ જૂની ચલણી નોટ હો તો તમે એના બદલામાં રૂપિયા એક હજાર કમાઈ શકો છો. આ ચલણી નોટ ભારત સરકારે તો ચલણમાંથી પરત ખેંચી લીધી છે પરંતુ ઑનલાઇન માર્કેટમાં તેનો ભાવ રૂપિયા 45,000 સુધી મળી શકે છે. આ નોટ વર વર્ષ 1957ના ગવર્નર એચએમ પટેલની સહી છે અને સાથે જ સીરિયન નંબપર 123456 છે. તમે આ નોટને Coinbazar પર વેચી શકો છો જ્યાં તમને આ નોટની કિંમત 49,9999 રૂપિયા મળી શકે છે. અહીંયા 1 રૂપિયાની આ નોટના બંડલની કિંમત 49,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટના અંતે તેના રૂપિયા 44,999 તો મળશે જ.

આ પણ વાંચો : પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા5 રૂપિયાની નોટના મળી શકે છે રૂપિયા 30,000

જ્યારે આવી જ રીતે રૂપિયા 5ની જૂની ચલણી નોટ પણ હવે વ્યવહારમાંથી લુપ્ત થઈ ગઈ છે. પરંતુ તમારી પાસે તમારી પાસે જો 786 નંબરની રૂપિયા 5ની જૂની ચલણી નોટ હોય તો તમે તેના બદલામાં રૂપિયા 30,000 કમાઈ શકો છો. . coinbazzar.com ટ્રેકટરની છાપ વાળી આ સિરિયલ નંબરની નોટના બદલામાં મોટી રકમ મળી શકે છે.

આ પણ વાંચો : પ્રેમની તાકાતે તોડ્યા ધર્મના વાડા, પરિવારની સંમતિથી અંકિત સાથે ફેરા ફરી રૂબીના

રૂપિયા 10ની આ નોટ અપાવી શકે છે રૂપિયા 25,000

આવી જ રીતે રૂપિયા 1 અને 5ની જેમ રૂપિયા 10ની જૂની નોટ પણ મોટી કમાણી કરાવી શકે છે. રૂપિયા 10ની જૂની નોટ જેના પર અશોક સ્થંભ હોય અને તેના પર ગવર્નર સી.ડી. દેશમુખની સહી હોય તો પાછળના ભાગે અંગ્રેજીમાં 10 Rupees લખેલું હોય તો આ નોટ પણ તમને અપાવશે રૂપિયા 25,000 સુધીની રકમ જોકે, આ તમામ સંભાવનાઓ જે-તે સયમની ખરીદદારોની સ્થિતિ અને તેમની ઈચ્છા શક્તિ આધારિત છે.

(નોંધ : આ સમાચાર ખાનગી વેબસાઇટથી મળ્યા છે તેના આધારે તૈયાર થયેલા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી)
Published by: Jay Mishra
First published: July 3, 2021, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading